નર્મદા

રાજપીપલાની ગોલ્ડન ગર્લે ચીન ખાતે યોજાયેલી છઠ્ઠી ટ્રેમ્પોલિન એશિયન ચેમ્પિયનશીપમાં ભાગ લઇ છઠ્ઠો ક્રમ મેળવ્યો

ફલક ટ્રેમ્પોલિનમાં આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ઝળકી

રાજપીપલાની ગોલ્ડન ગર્લે ચીન ખાતે યોજાયેલી છઠ્ઠી ટ્રેમ્પોલિન એશિયન ચેમ્પિયનશીપમાં ભાગ લઇ છઠ્ઠો ક્રમ મેળવ્યો છે.

રબર જેવું શરીર ધરાવતી રાજપીપલાની ફલક ગુજરાતની સૌથી નાની વયની ગોલ્ડન ગર્લ છે, જેને અગાઉ રાષ્ટ્રીયકક્ષાની ટ્રેમ્પોલિન જીમ્નાસ્ટિક સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યોહતો. હોંગકોંગ ખાતે યોજાયેલી છઠી ટ્રેમ્પોલિન એશિયન ચેમ્પિયનશીપમાં તેણે ભાગ લઇને ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું.

ફલક ચંદ્રકાંત વસાવાએ ચીનના હોંગકોંગ ખાતે યોજાયેલી સ્પર્ધામાં ફાઈનલ રાઉન્ડમાં છઠો ક્રમ હાંસલ કર્યો હતો.તે ઇન્ડિવિડ્યુઅલ વુમન ટ્રેમ્પોલિન જીમ્નાસ્ટિક અંડર 14 એજ ગૃપમાં છેલ્લા બે વર્ષમાં રાજ્યકક્ષાએ બે ગોલ્ડ મેડલ, રાષ્ટ્રીય કક્ષાની ટ્રેમ્પોલિન જીમ્નાસ્ટિક સ્પર્ધામાં ગત વર્ષેસિલ્વર અને આ વર્ષે ગોલ્ડ મેડલ હાંસલ કર્યો હતો.વર્ષ ૨૦૨૩ માં ડોમ્બિવલી ખાતે યોજાયેલી વર્લ્ડ ચેમ્પિયનશીપમાં પણ ચોથા ક્રમે પસંદગી પામી હતી. કેરેલાના કોઝીકુડુ ખાતે ફેબ્રુઆરી 2024 માં યોજાયેલી ટ્રેમ્પોલિન જીમ્નાસ્ટિક રાષ્ટ્રીયકક્ષાની ઓપનચેમ્પિયન શીપમાં પણ ફલકે ગોલ્ડ મેડલ જીત્યો હતો. ફલક બાળપણથી જ રમતમાં રૂચિ ધરાવે છે. ફલકની માતા જીમ્નાસ્ટિક કોચ છે ફલકની માતા મિકેતાબેન રમત પ્રત્યેની રૂચીને મહેસુસ કરીનેરમતક્ષેત્રે પોતાની દીકરીનું ભાવિ કારકીર્દિ બનાવવાનું નક્કી કર્યું હતું. તેમણે જીમ્નાસ્ટિકમાં ડિપ્લોમાની ડિગ્રી હાંસલકરી છે. વર્ષ 1999 થી 2005 દરમિયાન રમતક્ષેત્રે સક્રીય રહીને રાષ્ટ્રીય કક્ષાની વિવિધ કેટેગરીની જીમ્નાસ્ટિક સ્પર્ધામાં મેડલો હાંસલ કર્યો હતો.

Related Articles

Back to top button