ગુનોનર્મદા

સાગબારા પોલીસે મહારાષ્ટ્ર તરફથી કારમાં આવતો વિદેશી દારૂનો ઝડપી પાડ્યો

કારમાં સવાર 1 આરોપી ફરાર, 1ની અટકાયત

વેપલો મોટા પ્રમાણમાં ચાલતો હોય પોલીસ પણ આ વેપલાને નાથવા માટે ચાંપતી નજર રાખતી હોય છે. ત્યારે મહારાષ્ટ્ર પાર્સિંગની કારમાં વિદેશી દારૂનો જથ્થો લઈને આવતા બે ઈસમોને સાગબારા પોલીસે પાંચપીપરી ત્રણ રસ્તા પાસે ઉભા રાખતા કારની તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલિસે એક આરોપીની અટકાયત કરી હતી. જ્યારે એક આરોપી ફરાર થયો હતો.

પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર આરોપીઓ (1) સુનિલ જભુભાઈ હળપતિ (રહેવાસી. કુંતાવાડી ફળિયા ,તાલુકો પાલડી, જિલ્લો વલસાડ), ( 2) હેમંત ઉર્ફે હાર્દિક ઠાકોર પટેલ (રહેવાસી વટાર નિશાળ ફળિયું, તાલુકો જિલ્લો વલસાડ)ના રાત્રે મહારાષ્ટ્ર તરફથી સફેદ કલરની કારમાં ગેરકાયદેસર પાસ પરમીટ વિનાના વિદેશી દારૂના ક્વોટરિયાની અલગ અલગ બોટલો નંગ 796, 750 મિલી વીસ્કીની બોટલ નંગ 12 વોડકાની બોટલો નંગ 44 મળી કુલ નાની મોટી બોટલો થઈને 852 નંગ બોટલો જેની અંદાજિત કિંમત ₹ 1,07600 નો વિદેશી દારૂનો જથ્થો લઈને મહારાષ્ટ્ર તરફથી ગુજરાતમાં પ્રવેશ્યા હતા.

જેઓને પાંચપીપરી ત્રણ રસ્તા પાસે પોલીસને શંકા જતા ઉભા રાખી તલાસી કરતા પોલીસને વિદેશી દારૂનો જથ્થો કારમાંથી મળી આવ્યો હતો. કારમાં સવાર બે આરોપીઓ પૈકી આરોપી હેમંત હાર્દિક પટેલ પોલીસને હાથતાળી આપી ભાગી છૂટ્યો હતો.

સાગબારા પોલીસે વિદેશી દારૂ સહિત કાર મળી કુલ રૂપિયા 5,08,600નો મુદ્દામાલ જપ્ત કરી આરોપી સુનિલ જભુભાઈ હળપતિની અટકાયત કરી છે. જ્યારે ફરાર થયેલા આરોપી હેમંત ઉર્ફે હાર્દિક ઠાકોર પટેલને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

આ વિદેશી દારૂના વેપલામાં સાગબારા પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેક્ટર સી.ડી પટેલએ તપાસ હાથ ધરી આ વેપલા સાથે અન્ય કોણ કોણ સંકળાયેલા છે તેની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button