નર્મદા

નાનીદેવરૂપણ ગામે સાગબારા ટીચર્સ કો.ઓ. ક્રેડીટ સોસાયટીની સાધારણ સભા યોજાઇ

શિક્ષકોના બે જૂથો વચ્ચે ખુલ્લા હાથે મારામારી

સાગબારાના નાનીદેવરૂપણ ગામે સાગબારા ટીચર્સ કો.ઓ. ક્રેડીટ સોસાયટીની ગત 30 સપ્ટેમ્બરના રોજ સાધારણ સભા યોજાઈ હતી. આ સભામાં હિસાબ માંગવા અંગે શિક્ષકો વચ્ચે ખુલ્લા હાથે મારામારી થઇ હતી. આ મારમારીમાં બે શિક્ષકો ઘાયલ થયા હતા. જે મામલો 1 ઓકટોબરના રોજ પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો અને હુમલો કરનારા મહિલા શિક્ષક સહિત ત્રણ શિક્ષકો સામે સાગબારા પોલીસમાં ગુનો નોંધાયો છે.

સાગબારા, શિવાજીનગરમાં રહેતા કેયુરભાઈ વસંતભાઈ વસાવાએ સાગબારા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, પાંચપીપરી ગામના ઉત્તમભાઈ ધીમાભાઈ વસાવા, વિવેકભાઈ ઉત્તમભાઈ વસાવા અને દક્ષાબેન ઉત્તમભાઈ વસાવા ત્રણેય દ્વારા તેમના માતા પિતા પર હુમલો કરવામાં આવ્યો હતો. જે બાબતે પોલીસે તપાસ હાથ ધરી છે.

ફરિયાદી કેયુરભાઈ વસંતભાઈ વસાવા તથા પિતા વસંતભાઈ તથા નિર્મળાબેન પ્રાથમિક શાળા નાનીદેવરૂપણ ખાતે શ્રી સાગબારા ટીચર્સ કો.ઓ. ક્રેડીટ સોસાયટી લી.સાગબારા 51મી વાર્ષિક સાધારણ સભા 30 સપ્ટેમ્બરના દિવસે ચાલતી હતી. જેમાં તેઓ હાજર હતા. તે વખતે બપોરના દોઢેક વાગ્યાના અરસામાં સભામાં હિસાબોની વાતો ઉઠતા વજેસીંગભાઈ સુભાભાઈ પાડવી સ્ટેજ ઉપરથી માઈક ઉપર કહેતા હતા કે, ટીચર્સ મંડળીનો અગાઉના પ્રમુખ પાસે હીસાબ કિતાબ માંગો. ત્યાં સ્ટેજ ઉપર બેઠેલા દક્ષાબેન વસાવા ફરિયાદીના પિતાજીને ગમે તેવા અપશબ્દો બોલ્યા હતા અને ગાલ ઉપર બે-ત્રણ થપ્પડ મારી દીધા અને ત્યાં સ્ટેજ ઉપર હાજર ઉત્તમભાઈ ધીમાભાઈ વસાવાએ વસંતભાઈની ફેટ પકડી મારવા લાગ્યા હતા. ત્યાં હાજર શિક્ષકોએ વચ્ચે પડી વસંતભાઈને વધુ મારમાંથી બચાવ્યા હતા. ત્યાર બાદ આ કામના આરોપીઓ નાની દેવરૂપણ પ્રાથમિક શાળાના કંપાઉંડમાંથી બહાર નીકળી ગયા હતા.

અગાઉ થયેલા ઝગડાની અદાવત રાખી થોડીવારમાં ઉત્તમભાઈ અને વિવેકભાઈ તેમના હાથમાં લાકડાના ડંડા લઈ આવી. વસંતભાઈને કમરના ભાગે બે-ત્રણ સપાટા મારી દીધા અને બીજાએ પાછળથી પકડી રાખી તેના હાથમાંના લાકડાના ડંડા વડે વસંતભાઈને માથામાં ડંડો મારી દેતા લોહી નીકળવા લાગ્યુ હતું. જેથી નિર્મળાબેન તેમજ આશારામભાઈ વચ્ચે પડી વસંતભાઈને વધુ મારમાંથી બચાવ્યા હતા. આ ત્રણે જણા ત્યાથી જતા જતા કહેતા હતા કે આજે તો તુ બચી ગયો છે, હવે પછી એકલો મળશે તો જાનથી મારી નાખીશુ. તેવી ધમકી આપી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button