તાપીશિક્ષણ

નિઝર તાલુકામાં છેલ્લા બે મહિનાથી 47 પ્રાથમિક શાળાના 200 જેટલા શિક્ષકોને પગાર સમયસર થયો નથી

તાપી જિલ્લાના નિઝર તાલુકામાં આવેલ 47 પ્રાથમિક શાળામાં ફરજ બજાવી રહેલા 200થી પણ વધુ શિક્ષકોઓને છેલ્લા બે મહિનાથી સમયસર પગાર નહિ થતા શિક્ષકોઓને LIC વીમાના હપ્તાઓ, મકાનની લોન, પ્રસનોલ લોન, સહીત પરિવારોનું જીવન નિર્વાહ કરવા હાલાકી ભોગવવી પડી રહી છે. તાપી જિલ્લાના અન્ય તાલુકામાં શિક્ષકોનો પગાર સમય મર્યાદામાં થઇ જાય તો નિઝર તાલુકામાં સમાવેશ પ્રાથમિક શાળાના શિક્ષકોની પગાર કેમ ? સમય મર્યાદામાં થતો નથી તે સવાલ ઉભો થાય છે.

છેલ્લા બે મહિનાથી નિઝર તાલુકામાં સમાવેશ 47 પ્રાથમિક શાળાઓના શિક્ષકોઓની પગાર સમય મર્યાદામાં નહિ થતા નારાજગી જોવા મળી રહી છે. આ બાબતે રાષ્ટ્રીય શિક્ષક મહાસંઘના નિઝર તાલુકાના ઉપ પ્રમુખ રાજનીકાંતભાઈ ગામીત સાથે વાતચીત કરતા જાણવા મળેલ છે. કે, બે મહિનાથી નિઝર તાલુકામાં પ્રાથમિક શાળાના શિક્ષકોની પગારમાં વિલંબ થઈ રહ્યો છે. તાપી જિલ્લાના અન્ય તાલુકામાં પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષકોનો પગાર સમય મર્યાદામાં થઇ જતી હોય, તો નિઝર તાલુકામાં શિક્ષકોઓનો પગાર સમય મર્યાદામાં કેમ કરવામા આવતી નથી.

શિક્ષકોને દર મહિનાના 28 તારીખની આજુબાજુ પગાર થાય છે. જેથી શિક્ષકોનાં લોનના હપ્તાઓ સમયસર ભરી શકતા નથી. તેમજ કુટુંબ પરિવારોનું જીવન નિર્વાહ કરવાનું મુશ્કેલ પડી જાય છે. તાલુકાના પ્રાથમિક સંઘના હોદ્દેદારોની કામગીરીમાં ખૂબ જ નિષ્ક્રિયતા ધરાવતા હોવાથી સમયસર પૂરવણી બિલો અને પગાર પણ થતો નથી. તેવા ગંભીર આક્ષેપો પણ કર્યા છે. વધુમાં જણાવ્યું હતું. કે, આ બાબતે રાષ્ટ્રીય શિક્ષક મહાસંઘના તાલુકાના ઉપ પ્રમુખ રજનીકાંતભાઈ ગામીતને નિઝર તાલુકામાં લ પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા ઘણા શિક્ષકોએ ટેલીફોનિક સંપર્ક કરી રજૂઆતો કરતા હોવા અંગે જણાવ્યું હતું

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button