નર્મદા

નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાનાં (સામારપાડા) થપાવી ગામે ખેતરના કૂવામાંથી સોલર મોટર, કેબલની ચોરી

સમારપાડા ગામના ખેડૂતની ગામની સીમમા પિયત માટે ખેતરના કૂવામાં સોલર મોટર મૂકવામાં આવી હતી. જેની 13મી એપ્રીલના રોજ અજાણ્યા તસ્કરો ચોરી ગયા હતા અને તેમજ 90 ફૂટ કેબલ વાયર સહિત કુલ 30 હજારની ચોરી કરી ગયા હતા. નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાનાં (સામારપાડા) થપાવી ગામે રહેતા ચંપક વસાવાની ગામની સીમમાં જમીન આવેલી છે અને જેઓ તેમાં વાવેતર કરે છે. આ પાકના પિયત માટે ખેતરમાં આવેલા કૂવામાં સૌર ઊર્જાથી ચાલતી મોટર મૂકવામાં આવી હતી. ગત રોજ કોઈ અજાણ્યા તસ્કરો કૂવામાંથી પાણીની સોલર મોટર તેમજ 90 ફૂટ કેબલ વાયર મળી કુલ 30 હજારની ચોરી કરી ગયા હતા. બનાવ અંગે ડેડીયાપાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

Related Articles

Back to top button