માર્ગ અને મકાન વિભાગ (Roads and Buildings Department) માટે કુલ ૨૨,૧૬૩ કરોડની જોગવાઈ કરવામાં આવી
મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના (Chief Minister Gram Sadak Yojana) અંતર્ગત કામો માટે ૫૦૦૦ કરોડની જોગવાઇ.
દરિયા કાંઠે આવેલા હયાત રસ્તાઓનું મજબૂતીકરણ/અપગ્રેડેશન/ ખૂટતી કડીના રસ્તાઓ અને નાના મોટા પુલના બાંધકામ સહિતના કોસ્ટલ હાઇવે માટે ૨૪૪૦ કરોડના આયોજન અન્વયે પ્રથમ અને બીજા તબક્કાના કુલ ૪૬ રસ્તાઓ અને પુલો માટે ૯૭૯ કરોડની કામગીરી પ્રગતિ હેઠળ. જેના માટે ૨૧૬ કરોડની જોગવાઈ.
ભારે ટ્રાફિક ધરાવતા હાઈવેને હાઈસ્પીડ કોરીડોર (High Speed Corridor) તરીકે અંદાજિત ૩૧૦૦ કરોડના ખર્ચે વિકસાવવાશે જેના માટે ૨૨૨ કરોડની જોગવાઈ.
દ્વારકા, શિવરાજપુર, પાવાગઢ, જાંબુઘોડા, ધોરડો, ધોળાવીરા, ધરોઈ, વડનગર, સાસણ, એકતાનગર વગેરે ટુરિસ્ટ સર્કિટને જોડતાં કુલ ૧૭ રસ્તાઓના વિકાસ માટે ૫૬૮ કરોડનું આયોજન. જેના માટે ૫૨૬ કરોડની જોગવાઈ.
જૂના પુલોના પુન: બાંધકામ, મજબુતીકરણ, મરામત અને રેટ્રોફિટીંગના ૫૩૦ કરોડના કામો માટે ૨૭૦ કરોડની જોગવાઈ.