ઓલપાડગુજરાતદક્ષિણ ગુજરાતબ્લોકરાજનીતિરાજ્યસુરત

મહિલા સરપંચ માટે રાહતના સમાચાર: મળ્યો વધુ સમય

ઓલપાડ ગ્રામ પંચાયતમાં મહિલા સરપંચ સામે અવિશ્વાસના પ્રસ્તાવ મુદ્દે  આગામી મિટિંગ સુધી રાહત

સુરત જિલ્લાના ઓલપાડ ગ્રામ પંચાયતમાં લવ જેહાદના બનાવ બાદ થયેલા કોમી ઘર્ષણ બાદ ગ્રામ પંચાયતના ત્રણ સભ્યો સસ્પેન્ડ કરવાની ઘટનાએ ઓલપાડ ગ્રામ પંચાયતનું રાજકારણ ગરમાતા હવે ગ્રામ પંચાયતના ચૂંટાયેલા ૧૮ સભ્યો પૈકી ૩સભ્યો સસ્પેન્ડ થતાં બાકી પડતાં ૧૫ સભ્યો પૈકીનાં ૧૨ લોકોએ મહિલા સરપંચના પોતાની મનમાની પ્રમાણે વહીવટ કરવાના બાબતે તેમના વિરૂદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ મૂક્યો હતો. ત્યારબાદ અવિશ્વાસના પ્રસ્તાવ બાબતે મત લેવા સરપંચે ૧૫ દિવસની મર્યાદામાં સામાન્ય સભા ન બોલાવતા ઓલપાડ ટી.ડી.ઓ એ કલમ ૫૬ ના નિયમ [૫] [ખ] મુજબ ૧૫ દિવસમાં બોલાવવાની થતી મીટિંગ માત્ર ત્રણ દિવસમાં લેવાની બાબતે મહિલા સરપંચ હાઇકોર્ટના શરણે જતાં કોર્ટે ૩ જુલાઇ ૨૦૨૩ના રોજ મીટિંગની કામગીરી આગામી મીટિંગ સુધી સ્થગીત રાખવાની તાકીદ કરતાં સરપંચને વધુ એક મુદત મળી ગઈ છે.

ગત દિવસોમાં ઓલપાડ તાલુકાનાં રાજકારણનું કેન્દ્ર બિંદુ ગણાતી ઓલપાડ ગ્રામ પંચાયતમાં ત્રણ પંચાયત સભ્યોને સસ્પેન્ડ કરવા સાથે સાથે ગ્રામ પંચાયતના કારકુનને પણ ફરજમાંથી દૂર કરવાની ઘટના બાદ મહિલા સરપંચ વિરૂદ્ધ ગુજરાત પંચાયત અધિનિયમ ૧૯૯૩ની કલમ ૫૬ મુજબ ૧૨ સભ્યોએ ભેગામળી અવિશ્વાશનો પ્રસ્તાવ મૂકતા રાજકારણ ગરમાયું ગયું હતું. ઓલપાડ ગામમાં લવ જેહાદના કિસ્સા બાદ થયેલા કોમી છમકલામાં સામેલ ત્રણ પંચાયત સભ્યો વિરૂદ્ધ પણ પોલીસ ફરિયાદ નોધવા સાથે અટકાયતી પગલાં લેતા આ કારણોસર ઓલપાડ ટી.ડી.ઓ ના રિપોર્ટ ને પગલે સુરત ડી.ડી.ઓ એ ત્રણ સભ્યોને સસ્પેન્ડ કર્યા જેથી હવે ઓલપાડ ગ્રામ પંચાયતમાં ૧૫ સભ્યોનું સંખ્યા બળ રહ્યું છે.

ત્યારે હવે જોવાનું એ રહ્યું કે, ૧૫ સભ્યો પૈકીનાં ૧૨ પંચાયત સભ્યોએ મહિલા સરપંચ રવિનાબેન જેનીશભાઇ પટેલ વિરૂદ્ધ નિયમોનુસર સામાન્ય સભા ન લેવી, મિનિટ્સ નોંધમાં પાછળથી પોતાની મરજી પ્રમાણે ઠરાવો લખવા, સક્ષમ અધિકારીની મંજૂરી વિના સ્વભંડોળનો ખોટો ખર્ચ કરવો, ખોટી રીતે બાંધકામ મંજૂરી આપવી એવા ૬ જેટલા મુદ્દાઓથી અવિશ્વાશનો પ્રસ્તાવ રજૂ કરાયો હતો. ત્યારબાદ પ્રસ્તાવ રજુ કર્યાના ૧૫ દિવસમાં સરપંચે તેમના પર લગાવેલા આક્ષેપો ખોટા સાબિત કરવા અને સભ્યોનો વિશ્વાસ મત લેવા સામાન્ય સભા બોલાવવાની થતી હોય સરપંચ રવિનાબેન જેનીશભાઇ પટેલે આ બાબતે ગુજરાત પંચાયત અધિનિયમ ૧૯૯૩ની કલમ ૫૬ના નિયમ [૫] [ક] મુજબ સામાન્ય સભા ન લેતા અંતિમ નિર્ણય ઓલપાડ તાલુકા વિકાસ અધિકારી પાસે ગયો હતો. તેમણે પોતાને મળેલી સત્તાની રૂએ ગુજરાત પંચાયત અધિનિયમ ૧૯૯૩ની કલમ ૫૬ના નિયમ [૫] [ખ] મુજબ સામાન્ય સભા બોલાવવા કામગીરી હાથ ધરી હતી.

ગુજરાત પંચાયત અધિનિયમ ૧૯૯૩ની કલમ ૫૬ના નિયમ [૫] [ક] ની જોગવાઈ મુજબ જો સરપંચ અવિશ્વાસના પ્રસ્તાવ બાબતે ૧૫ દિવસમાં મીટિંગ ન બોલાવે તો ટી.ડી.ઓ એ ગુજરાત પંચાયત અધિનિયમ ૧૯૯૩ની કલમ ૫૬ના નિયમ [૫] [ખ] ની જોગવાઈ મુજબ ૧૫ દિવસમાં મીટિંગ બોલાવવાની થતી હોય ત્યારે ઓલપાડ ગ્રામ પંચાયતની સરપંચ વિરુદ્ધ માત્ર ત્રણ દિવસમાં મીટિંગ બોલાવી ઓલપાડ ટી.ડી.ઓ એ ઉતાવળે નિર્ણય લેવાના વિરૂદ્ધમાં મહિલા સરપંચ રવિનાબેન જેનીશભાઇ પટેલ હાઇકોર્ટમા અરજી કરતાં ગુજરાત હાઈકોર્ટે ઓલપાડ ટી.ડી.ઓ નો ઉતાવળે મીટિંગ લેવાનો નિર્ણય ખોટો અને કુદરતી ન્યાય સિદ્ધાંત વિરુદ્ધનો ગણાવી સોમવારે તારીખ ૩ જુલાઇ ૨૦૨૩ના રોજની મીટિંગ સ્થગિત રાખી આગામી મીટિંગ સુધી આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવા તાકીદ કરતાં અવિશ્વાના પ્રસ્તાવ બાબતે મહિલા સરપંચને વધુ એક મુદત મળી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button