તાપી

વાલોડમાં SBIનું ATM લાંબા સમયથી બંધ રહેતા પ્રજાજનમાં આક્રોશ

વાલોડ ખાતે શાખા ઉપર તથા ચાર રસ્તા ઉપર આવેલ પટેલ શોપિંગ સેન્ટરમાં આવેલ એટીએમ બંને બંધ હોવા અંગેના છેલ્લા કેટલાક સમયથી ફરિયાદો ઉઠી હતી. એટીએમની સેવા એ ઝડપથી આજના વિકસિત આધુનિક ડિજિટલ યુગમાં બેંકના ગ્રાહકોને અગવડ ન પડે અને સરળતાથી રોકડ પ્રાપ્ત કરી શકે તે માટેનો હેતુ હોય છે પરંતુ વાલોડ ખાતે એસબીઆઈના બંને એટીએમ ખોટકાતા હોવાના લીધે લોકો ત્રસ્ત બન્યા હતા, જેથી ત્રસ્ત થઈ સિનિયર સિટીઝન યુનુસ શેખે એટીએમ સેન્ટર પર જઈ વિડિયો બનાવ્યો હતો અને આ વીડીયો સોશિયલ મીડિયા ઉપર ફરતો કરી પોતાની થતી તકલીફ અંગે વીડિયોમાં આક્રોશ ઠાલવ્યો હતો, જેમાં જણાવ્યું હતું કે વાલોડ ચાર રસ્તા ઉપર આવેલ પટેલ શોપિંગ સેન્ટરમાં મૂકવામાં આવેલ એટીએમ છેલ્લા કેટલાક સમયથી બંધ હાલતમાં હોય અને રોકડ મશીનમાંથી ના નીકળતા એસબીઆઇના ગ્રાહકોને તકલીફ પડતી હોય છે. આ જ રીતે વાલોડ શાખા ઉપર મુકવામાં આવેલ એટીએમ પણ બંધ હોવાને લીધે ગ્રાહકોને મોટી અગવડો પડે છે, જેથી સંબંધિત અધિકારીઓ આ બંને એટીએમ ઉપર સત્વરે એટીએમ ચાલુ થાય અને નાણાં સરળતાથી ગ્રાહકોને મળી રહે તે માટે યોગ્ય પગલાં ભરવા પણ જણાવવામાં આવ્યું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button