સુરત

ગ્રામ પંચાયતોનું આગવું પગલું: એક બારકોડ સ્કેન કરો એટલે તમારી ફરિયાદ ગ્રામ પંચાયતને પહોંચી જશે

સુરત જિલ્લામાં ડિઝિટલ બનવા તરફ પલસાણા ગ્રામ પંચાયતની પહેલ‎

સુરત જિલ્લાની પલસાણા તાલુકાની પલસાણા ગ્રામ પંચાયત હવે ડિઝિટલ બની છે. જિલ્લાની પ્રથમ એવી ગ્રામ પંચાયત બની છે જે કેટલીક ઓનલાઈન સેવાઓ શરૂ કરી છે. સામાન્ય રીતે ગ્રામજનોએ પોતાના વિસ્તારની રસ્તા,પાણી, સ્ટ્રીટલાઇટ જેવી પ્રાથમિક સુવિધાના કામો અને મરામત કરાવવા ગ્રામ પંચાતના ધક્કા ખાવા પડેલી છે.

પરંતુ પલાસણા ગ્રામ પંચાયત જિલ્લાની પ્રથમ એવી ગ્રામ પંચાયત બની છે કે જે પ્રાથમિક તબક્કે પીવાના પાણીની લાઈન અંગેની ફરિયાદ દૂષિત પાણી, ગટર લાઈન લિકેજ, ઊભરાતી ગટર, ગટરલાઈનના ઢાંકણ રીપેર, સ્ટ્રીટલાઈટ બંધ અથવા તો ઓછો ઝાંખો પ્રકાશ કે અન્ય કોઈ સમસ્યા હોય ઓનલાઈન ફરિયાદ કરી શકે છે. તે બાબતે એક વેબસાઈટ સાથે એક બારકોડ ગ્રામજનોની સેવા માટે ફરતો કર્યો છે. જેને સ્કેન કરવાથી ગામના નાગરિક સીધી ફરિયાદ કરી શકે અને ફરિયાદ થયા બાદ ફરિયાદીને તેની ફરિયાદ અંગેના દરેક અપડેટ કે નિરાકરણ સુધીની તમામ માહિતી ઓનલાઈન પ્રાપ્ત કરી શકે. હાલના તબક્કે આ ત્રણ કેટેગરીની ફરિયાદમાં ગ્રામ પંચાયતને સારોએવો આવકાર મળી રહ્યો છે. તે બાબતે નિરાકરણ પણ થઈ રહ્યું છે. આ સેવાનો લાભ વધુમાં વધુ ગ્રામજનોને મળે તે માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યાં છે.

સ્ટ્રીટ લાઈટ અંગે વધુ ફરિયાદો આવે છે
સરપંચ પ્રવીણભાઈ આહિરે જણાવ્યું હતું કે આ સુવિધા શરૂ થયા પછી ગ્રામજનો સરળતાથી પોતાની ફરિયાદ કરતા થયા છે. સ્ટ્રીટ લાઈટ અંગે વધુ ફરિયાદ આવે છે અને જેના થકી અમને પણ ગામની સમસ્યા અંગે જાણકારી મળી રહે છે. તેના નિરાકરણ માટે તાકીદે પગલાં લેવામાં આવે છે. સમસ્યાના નિરાકરણ બાદ તમામ માહિતી ગ્રામ પંચાયત દ્વારા ઓનલાઈન રજૂ કરી દેવામાં આવે છે.

નવી સુવિધાને સારો પ્રતિભાવ મળી રહ્યો છે‎​​​​​​​
ગામના તલાટી પ્રતાપ રાજપૂતે જણાવ્યું હતું કે સ્થાયી અસ્થાયી મળી કુલ અંદાજિત 3500 જેટલી વસ્તી પલસાણા ગ્રામ પંચાયતમાં છે. ગામમાં 14 વોર્ડ છે. ગામતળ ઉપરાંત નવી સોસાયટી સહિતનો વિસ્તાર છે. 3 કિમીના સ્કેવર વિસ્તારમાં ગ્રામ પંચાયતનો રહેણાંક વિસ્તાર આવેલો છે અને તમામ ગ્રામજનોને ઓનલાઈન ફરિયાદ બાબતે માહિતી આપવામાં આવી છે. જેને લઈ હાલ આ સુવિધાનો સારો પ્રતિભાવ મળી રહ્યો છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button