સુરત

સુરત જિલ્લામાં 462થી વધુ લોકોને પાંચ માસથી શાળા ટ્રાન્સપોર્ટેશનના ભાડા ચૂકવાયા નથી

શાળાએ જતાં બાળકોને શાળાએ સમયસર પહોંચવામાં સરળતા રહે એવા હેતુથી ટ્રાન્સપોટેશન સુવિધા શરૂ કરવામાં આવી છે.

સર્વશિક્ષા અભિયાન અંતર્ગત રાજયભરમાં પ્રાથમિક શાળાઓમાં 1 કિમીથી વધુના અંતરેથી શાળાએ જતાં બાળકોને શાળાએ સમયસર પહોંચવામાં સરળતા રહે એવા હેતુથી ટ્રાન્સપોટેશન સુવિધા શરૂ કરવામાં આવી છે. જિલ્લામાં હાલમાં 462થી વધુ લોકો શાળા ટ્રાન્સપોર્ટેશન સાથે સંકળાયેલા લોકો છે. જેઓ પેટ્રોલ અથવા સીએનજી ભરાવીને રોજનું લાવીને રોજ ખાનારો વર્ગ છે. આ વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને ગ્રાન્ટના અભાવે તંત્ર દ્વારા ભાડાની રકમ ચૂકવવામાં આવતી ન હોય લોકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે.

સુરત જિલ્લામાં વિદ્યાર્થીઓને પોતાના બાળકોની જેમ લાવવા લઈ જવાનું કામ કરતાં આ નાના વર્ગના લોકોને સમયસર તેમની મહેનતના પૈસા નહીં મળતા ઘરનું બજેટ ખોરવાઈ જતું હોય છે. દક્ષિણ ગુજરાતમાં અન્ય જિલ્લાઓમાં ગ્રાન્ટ આવી ગઈ છે. પરંતુ સુરત જિલ્લામાં જ ગ્રાન્ટ નહીં હોવાનું બહાનું કાઢી વાહન ચાલકોને હેરાન કરવામાં આવી રહ્યા છે. પાંચ માસથી વાહન ચાલકોને ભાડાની રકમ ચૂકવવામાં આવી નથી. પ્રથમ સત્રમાં પણ આખું સત્ર પૂરું થયા બાદ ભાડું ચૂકવવામાં આવ્યું હતું. ત્યારે અન્ય જિલ્લાઓમાં ગ્રાન્ટ આવી જતી હોય અને માત્ર સુરત જિલ્લામાં જ ગ્રાન્ટ ન આવે તે પણ એક તપાસનો વિષય બન્યો છે.

વાહન ચાલકે નામ ન આપવાની શરતે જણાવ્યુ હતું કે, અમારે રોજ સીએનજીના પૈસા કાઢવાના. દર મહિને લોનના હપ્તા ચાલતા હોય છે આથી અમારૂ ભાડું ન મળવાથી અમારા ઘરનું બજેટ ખોરવાઈ જાય છે. પાંચ પાંચ મહિનાથી ભાડું ન મળે તો અમારે ઘર કેવી રીતે ચલાવવું તેમજ ગાડીના હપ્તા પણ ચઢી જવાથી માર્ચ એન્ડિંગમાં અમારી હાલત કફોડી થઈ ગઈ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button