તાપી

પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ લાભ લેવા માટે લાભાર્થીઓ સાથે ટપલ્લી દાવ રમતું સરકારી તંત્ર

PMAY હેઠળ બાંધકામ અર્થે હપ્તા સમયસર ના મળે તો મકાન નિર્ણામ કરવું કેવી રીતે?

તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકામાં પ્રધાનમંત્રી આવાસ યોજના અને ટ્રાયબલ સબ પ્લાન હેઠળ PMAY આવાસ યોજનાના લાભાર્થીને બીજો અને ફાઇનલ હપ્તો મળેલ નથી.


તેમજ મકાનના બંધકામમાં કામગીરી કરનાર મજૂરોને મનરેગા યોજના અંતર્ગત આપવામાં આવતી મજૂરી પણ આજદિન સુધી ચૂકવવામાં આવેલ નથી.

જેથી ગત રોજ કુકરમુંડા તાલુકા પંચાયતના સભ્ય ચંદુદાસભાઈ રાયસીંગભાઈ નાઈક દ્વારા પોતાના લેટર પેડ ઉપર કુકરમુંડા તાલુકા પંચાયત કચેરી ખાતે લેખિત રજૂઆત કરવામાં આવી છે, જેમાં જણાવ્યા અનુસાર કુકરમુંડા તાલુકામાં છેલ્લા ત્રણ મહિનાથી પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓ તેમજ ટી. એસ. પી. યોજના હેઠળ આવાસ યોજનાના લાભાર્થીઓને બીજો તેમજ ફાઇનલ હપ્તાનું ચુકવણું કરવામાં આવેલ નથી. બીજી તરફ મનેરેગા યોજના અંતર્ગત આવાસ યોજનાના લાભાર્થીઓના મકાનોનું બંધકામના મજૂરોને આપવવામાં આવતી મજૂરી પણ ચુકવણું કરેલ નથી.

તા. પં. ના સભ્ય દ્વારા વધુમાં જણાવ્યું હતું. કે, આવનાર પાંચ દિવસની અંદર આવાસ યોજનાના લાભાર્થીઓ તેમજ મનેરેગા યોજના હેઠળ મળતી મજૂરીનું ચુકવણું નહિ કરવામાં આવે તો તાલુકા પંચાયત કચેરી ખાતે ધારણા પ્રદર્શન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

ઉલ્લેખનીય એ છે. કે, પ્રધાનમંત્રી આવાસ યોજના તેમજ ટી.એસ.પી. યોજના હેઠળ આવાસ યોજનાના લાભાર્થીઓ બીજો અને ત્રીજો હપ્તાના ચુકવણું બાબતે તાલુકા પંચાયતના જવાબદાર તંત્રને વારંવાર મૌખિક અને લેખિત રજૂઆત કરવા છતાં પણ તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે. લાભાર્થીઓ તરફથી તંત્ર સામે અનેક સવાલ કરવામાં આવી રહ્યા છે, સરકાર કહે છે કે, “સૌનો સાથ, સૌનો વિકાસ” અહીં અમારો વિકાસ વિકાસ ક્યાં છે?

  • શું સરકારના વિકાસને અટકાવવા માટે તંત્રમાં કર્મચારીઓને મોટા મોટા પગારો આપીને રાખવા આવે છે?
  • કર્મચારીઓ મદદ માટે હોય છે કે, હેરાન કરવા માટે
  • આવાસ ના બનશે તો રહેશું ક્યાં?
  • આવી રીતે તો ઝહેર ખાઈને મારવાના દિવસો આવશે, આ મોંઘવારીમાં ઘર બનાવવા પૈસા કાઢવા ક્યાંથી?

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button