ડાંગ

આહવા તાલુકામાં સરપંચ એસો.ના પ્રમુખની વરણી

નરેશભાઇ ભોયેને સર્વાનુમતે પસંદ કરાયા

  • ડાંગ જિલ્લાનાં આહવા તાલુકામાં ‘સરપંચ એસોસિએશન’નાં પ્રમુખ તરીકે નરેશભાઈ ભોયેની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.

આહવા તાલુકા પંચાયતનાં પ્રમુખ સુરેશભાઈ ચૌધરીનાં નેજા હેઠળ આહવા તાલુકામાં સરપંચ એસોસિએશનનાં પ્રમુખની વરણી કરવામાં આવી હતી. જેમાં અગાઉ આહવા તાલુકા પંચાયતમાં સમાવિષ્ટ કુલ 27 ગ્રુપ ગ્રામ પંચાયતો પૈકી વિભાજન થયેલી પંચાયતોને બાદ કરતા કુલ 14 સરપંચમાંથી સર્વાનુમતે ઘોઘલી ગૃપ ગ્રામ પંચાયતનાં યુવા અને શિક્ષીત સરપંચ નરેશભાઈ ગમજભાઈ ભોયેની આહવા તાલુકા સરપંચ એસો.ના પ્રમુખ તરીકે વરણી કરાઇ હતી.

નરેશભાઈ ભોયેને એસોસિએશનના પ્રમુખની જવાબદારી સોંપાતા તમામે શુભેચ્છા પાઠવી હતી. જેમાં સરપંચ એસો.ના ઉપપ્રમુખ તરીકે ગાઢવી ગ્રા.પં.ના સરપંચ ગૌતમભાઈ ગાંગુર્ડે, મંત્રી તરીકે આહવા ગ્રા.પં.ના સરપંચ હરિચંદભાઈ ભોયે તથા સહમંત્રી તરીકે દિવાનટેમ્બ્રુન ગ્રા.પં.ના સરપંચ પ્રભુભાઈ ચૌધરીની સર્વાનુમતે પસંદગી કરાઇ હતી. આ તમામ નવનિયુક્ત હોદ્દેદારોને આહવા તાલુકા પંચાયતના પ્રમુખ સુરેશભાઈ ચૌધરી તથા ઉપપ્રમુખ કમલેશભાઈએ શુભકામના પાઠવી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button