ગુનોમાંડવી

કસાલ ગામે પૂરઝડપે આવી રહેલા સ્પોર્ટ્સ બાઇકચાલકે મોપેડને અડફેટે લીધી

મોપેડચાલક યુવતીને ગંભીર ઈજાઓ થતા સારવાર અર્થે ખસેડાઈ

માંડવી તાલુકાના કસાલ ગામ નજીક પૂરઝડપે આવી રહેલા બાઈકે એક મોપેડને અડફેટે લીધી હતી. જેને લઇને મોપેડચાલક યુવતીને પગ અને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા તેઓને તાત્કાલિક 108 મારફતે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. અકસ્માત સર્જી બાઈકચાલક બાઈક મુકી ભાગી ગયો હતો.

સુરત જિલ્લામાં સતત અકસ્માતના બનાવો વધી રહ્યા છે. આજરોજ વધુ એક અકસ્માતનો બનાવ સામે આવ્યો હતો. માંડવી તાલુકાના કસાલ ગામ પાસે પસાર થતા કિમ માંડવી સ્ટેટ હાઇવે પર એક યુવતી મોપેડ લઈને પસાર થઈ રહી હતી. તે દરમિયાન પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી આવી રહેલા એક સ્પોર્ટ્સ બાઇકચાલકે યુવતીની મોપેડને અડફેટે લીધી હતી. જેને લઇને મોપેડચાલક યુવતી અને સ્પોર્ટ્સ બાઇક ચાલક જમીન પર પટકાયા હતા. આ અકસ્માતની ઘટનામાં યુવતીને માથાના અને પગના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. સ્પોર્ટ્સ બાઇક ચાલક પોતાનું બાઈક સ્થળ પર જ મુકી ભાગી ગયો હતો.

યુવતીને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડાઈ
અકસ્માતના પગલે સ્થળ પર લોકો એકત્ર થઇ ગયા હતા અને 108 મારફતે યુવતીને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. આ ઘટનામાં યુવતીની મોપેડનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. ત્યારે મોજશોખ માટે પૂરઝડપે સ્પોર્ટ્સ બાઇકો હંકારી બીજાની જિંદગી જોખમમાં મૂકતા ચાલકો વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે એ હાલ જરૂરી બન્યું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button