નર્મદા

સાગબારા તાલુકાનાં નાલાકુંડ ગામ નજીક ગંભીર અકસ્માત, સારવાર દરમ્યાન મૃત્યું

અકસ્માત કરનારના બ્લેકમેઈલના કારણે ખાનગીમાંથી સિવિલમાં ખસેડતાં સમયના બગાડના કારણે મૃત્યું.

નર્મદા જિલ્લા સાગબારા તાલુકાના પહાડી વિસ્તારના નાલાકુંડ ગામ નજીક ઈકો ગાડીના ચાલકે પુર ઝડપે અને ગફલત ભરી રીતે હંકારી મોટર સાયકલના ચાલક અને તેમના પુત્રને અડફેડે લેતાં મોટર સાયકલના ચાલકનું સારવાર દરમ્યાન મૃત્યુ અને પુત્ર પણ જમણાં પગમાં ફેક્ચર થતાં સિવિલ હોસ્પિટલ રાજપીપળા ખાતે સારવાર લઈ રહ્યાં છે.

ગત તા.૨૧મી જાન્યુઆરી ૨૦૨૪ના રોજ બપોરે તુંમડાવાળી ગામથી પોતાનું વતન કોંડવાપાડા તા.અક્કલકુવા જિ.નર્મદા ગામે રામસિંગ રાજ્યભાઈ નાઈક તથા તેમનો પુત્ર અરવિંદ રામસિંગ નાઈક સાયકલ પર જઈ રહ્યાં હતાં. તે અરસામાં સાંજના 6-00 કલાકે ઈકો ગાડી નંબર GJ 22 H 0774 તીનખુણીયાથી -દેવમોગરા ગામ તરફ પૂરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી જતાં સામેથી પોતાની એક મહીના અગાઉ ખરીદેલ મોટર સાયકલ નંબર GJ 22 F 4962 ઉપર બેસીને રામસિંગ રાજ્ય નાઈક અને અરવિંદ રામસિંગ નાઈકને અડફેડે લેતાં રામસિંગ નાઈકને જમણાં પગે ઘુંટણથી નિચેના ભાગે તથા જાંઘના ભાગે તથા કમરના ભાગે ફેકચર અને ઈજા થઈ ઉપરાંત પેટના ભાગે પણ ગંભીર ઈજા પહોંચી હતી.તેમજ તેમના પુત્ર અરવિંદ નાઈકને જમણાં પગે ઘુંટણથી નિચેના ભાગે પગના નળાના ભાગે ફેકચર થયું હતું.

તે અંતર્ગત ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ડેડીયાપાડા સારવાર અર્થે ખસેડતાં ત્યાંથી વધુ સારવાર અર્થે રાજપિપળા સિવિલ હોસ્પિટલે ખસેડાયાં હતાં પરંતું ગંભીર ઈજાને કારણે ધિરજ હોસ્પિટલ પિંપરીયા તા.વાઘોડીયા ખસેડાયા હતાં. પરંતું અકસ્માત કરનારા સારવાર કરી આપવા સાથે ગયાં હતાં. પરંતુ દવાખાનાને ખર્ચો ડોક્ટરે દોઢ લાખ રૂપિયા કહેતાં રામસિંગ નાઈક તેમની પત્નિ અરૂણાને છોડી ભાગી ગયાં બાદ ખર્ચાને કારણે ફરી સિવિલ સિવિલ હોસ્પિટલ વડોદરા દાખલ થયા હતાં.તે બાબતની સાગબારા પોલીસ સ્ટેશને સેકશન- 154 સીઆર પી.સી મુજબ આઈપીસી કલમ-279,337,338 અને વાહન અધિનિયમ-177, 184 હેઠળ એફ આઈ આર નંબર- 11823021240079 થી તા.23/01/2024 ના રોજ ગુનો દાખલ થયો હતો. પરંતુ અકસ્માત કરનારા ચાલકના ચાલકીપણાને કારણે સારવાર કરવાર કરાવવા સમયગાળો વેડફાતાં તા.૨૫ /૦૧/૨૮૨૪ ના રોજ સવારે 6-00 કલાકે રામસિંગ નાઈક મૃત્યુ પામેલ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button