માંડવી

વહીવટદારના વહીવટ છતાં માંડવીના વદેશિયામાં પીવાના પાણીનો વિકટ પ્રશ્ન

બે વર્ષથી રજૂઆત પણ છતાં ઉકેલ નહીં

માંડવી તાલુકાના વેદેશિયા ગામમાં એકાદ મહિનાથી પીવાના પાણીની અછત સર્જાતા લોકો મુશ્કેલી વેઠી રહ્યા છે હાલની કાળઝાળ ગરમીને કારણે લોકો પાણી ન મળતા ત્રાહિમામ પોકારી ઊઠયા છે.

વદેશીયા ગામે સરપંચની મુદત પૂરી થયા બાદ અંદાજીત છેલ્લા બે વર્ષથી વહીવટદારના વહીવટથી ગ્રામ પંચાયતનું શાસન ચાલી રહ્યું છે ત્યારે વદેશીયાના લોકો કાળઝાળ ગરમીમાં પાણી માટે વલખા મારી રહ્યા છે બીજો કોઈ પાણીનો સ્ત્રોત ન હોવાને કારણે લોકો રાતે મોડે સુધી પાણીનો ગમે તેમ સંગ્રહ કરીને જીવનનિર્વાહ કરી રહ્યા છે હાલમાં ગામમાં એકમાત્ર પંપ દ્વારા પાણી આપવામાં આવતું હતું પણ કેટલાક સમયથી યોગ્ય માવજત ન થતાં ભંગાર હાલતમાં છે

જેના પગલે હાલમાં લોકોને પાણીની બીજી કોઈ વ્યવસ્થા નથી. આ બાબતને ધ્યાનમાં રાખી ગામના યુવા આગેવાન મિતલ વિલાસભાઈ ચૌધરીએ નાયબ કલેક્ટરને રૂબરૂ મળી સમસ્યા બાબતે રજુઆત કરતા કચેરી તરફથી કાર્યવાહી કરવા માટે બાંહેધરી આપી હતી. આ બાબતે નાયબ કલેકટર દ્વારા પાણી સમિતી ધ્વારા જરૂરી તપાસ કરાવી જરૂર જણાયે પાણીના ટેકરની વ્યવસ્થા કરી દિન-૭ માં રીપોર્ટ કરવા જણાવવામાં આવ્યું છે ત્યારે ગ્રામજનો તંત્ર દ્વારા પાણી સમસ્યા દૂર કરે એવી આશા સેવી રહ્યા છે.

ગામમાં જલકૃત ખડકો નથી રહ્યાં અને હાલમાં જે ચાલુ છે તે બોરવેલના સ્તર દર વર્ષે ૫૦ ફુટ ઉંડા ઉતરતા જાય છે, માટે કોઈ ચોક્કસ અને કાયમી નિકાલ માટે જૂથ યોજનાનું પાણી કોઈ પણ સંજોગોમાં ચાલુ કરવામાં આવે, તેમજ પશુપાલનમાં જોડાયેલા લોકોને રાહત માટે ગામમાં તળાવ કે પાઇપ લાઈન દ્વારા જૂના કુવાઓ ભરવા પડે તેમજ rain water harvesting પધ્ધતિ માટે ખાસ જોગવાઈ કરવા વિનંતી. મિતુલ ચૌધરી યુવા આગેવાન વદેશીયા

Related Articles

Back to top button