બારડોલી

રાજકીય બાદ હવે સહકારી ક્ષેત્રમાં પણ પત્રિકા કાંડથી ભૂકંપ

દક્ષિણ ગુજરાતમાં રાજકીય બાદ હવે સહકારી ક્ષેત્રમાં પણ પત્રિકા કાંડે હડકંપ મચાવી દીધી છે. સુરત જિલ્લાની એક સુગર ફેકટરીના એક હોદ્દેદારની પત્રિકા ફરતી થતા સહકારી ક્ષેત્રમાં ભૂકંપ સર્જાયો છે. પત્રિકામાં હોદ્દેદાર પર ભ્રષ્ટાચાર ઉપરાંત ચારિત્ર્ય અંગે પણ આક્ષેપો કરવામાં આવ્યા છે. આક્ષેપો સાચા કે ખોટા એતો તપાસનો અને ચર્ચાનો વિષય બન્યો છે.

થોડા દિવસ પહેલા સુરત જિલ્લા ભારતીય જનતામાં પત્રિકા કાંડને લઈ સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચી ગયો હતો. જેમાં પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સામે પણ આક્ષેપો કરવામાં આવ્યા હતા. આ પત્રિકા કાંડમાં ગણપત વસાવાની નજીકના ગણાતા નેતાઓને જેલની હવા ખાવી પડી હતી.જો કે રાજકીય બાદ હવે સહકારી ક્ષેત્રમાં પણ પત્રિકાકાંડ સામે આવ્યું છે.એક સુગર ફેકટરીના હોદ્દેદાર સામે આક્ષેપબાજી કરતી 6 પાનાની પત્રિકા સોશ્યલ મીડિયા પર ફરતી થતા ચકચાર મચી ગઇ છે. હોદ્દેદારો અને સુગર ફેકટરીના કેટલાક અધિકારીઓ તેમજ નામ આ પત્રિકામાં છે. જેમાં સુગર ફેકટરીમાં ભ્રષ્ટાચાર થી લઈ હોદ્દેદારો અને અધિકારીઓના વ્યભિચાર અંગે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સુગરના મહત્વના હોદ્દા પર બિરાજમાન નેતા સબાબ અને કબાબના શોખે સુગર ફેક્ટરીની પથારી ફેરવી મૂકી છે. સુગર ફેકટરીમાં કોઈ કર્મચારી સામે બોલે તો તેને પણ તરત રવાના કરી દેવામાં આવે છે. 31 જેટલા મુદ્દાઓ સાથેની આ છ પાનાનીઆ પત્રિકામાં હોદ્દેદાર, ડાયરેક્ટરો તેમજ અધિકારીઓના કારનામા અંગે સીધા આક્ષેપો કરવામાં આવ્યા છે.

આક્ષેપોમાં કેટલું તથ્ય છે એતો તપાસનો વિષય છે પરંતુ આ પત્રિકા મોટા ભાગેના સહકારી આગેવાનો સુધી મોકલાવામાં આવી છે આવનારા દિવસોમાં સહકારી આગામી દિવસોમાં રાજકીય માહોલ ગરમાયો છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button