બારડોલી

બારડોલી વકીલ મંડળના પ્રમુખ તરીકે શૈલેષ ભાટીયા 37 મત મળતા વિજયી

બારડોલી વકીલ મંડળના અન્ય હોદેદારોની બિનહરીફ વરણી

બારડોલી વકીલ મંડળના હોદેદારો માટે પસંદગી કે ચૂંટણી કરવા બાબતે ગુરુવારે સવારે કોર્ટ પરિસરમાં જનરલ સભા મળી હતી. જેમાં વકીલ મંડળના પ્રમુખ માટે બે નામો આવતા બપોર પછી ચૂંટણી થઈ હતી. જેમાં શૈલેષભાઈ કે. ભાટીયાને વધુ મત મળતાં વિજેતા થયા હતા, જ્યારે બાર એશો. અન્ય હોદેદારોની બિન હરીફ વરણી થઈ હતી.

ગુરુવારે બારડોલી કોર્ટ પરિસરમાં બારડોલી વકીલ મંડળની બેઠક મળી હતી.જેમાં હોદ્દેદારોની વરણી બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. જેમાં વકીલ મંડળના પ્રમુખ તરીકે બે ઉમેદવારોએ ઉમેદવારી કરતા ચૂંટણી કરવાનું નક્કી થયું હતું. એમ.આઇ.પટેલને ચૂંટણી અધિકારી તરીકે વરણી કરીને પ્રમુખ માટે તરીકે શૈલેષ ભાટિયા અને રાજેન્દ્ર દુબેએ ઉમેદવારી કરી હતી. જેમાં બારડોલી વકીલ મંડળ ના રજીસ્ટર થયેલ કુલ 145 સભ્યોમાંથી 58 સભ્યોએ ચૂંટણીમાં હાજર રહીને મતદાન કર્યું હતું.

મતદાન બાદ, મતગણતરી થઇ હતી, જેમાં શૈલેષભાઈ ભાટીયાને 37 મત મળ્યા હતા. જ્યારે રાજેન્દ્રભાઈ દુબેને 16 મત મળતા શૈલેષ ભાટીયા 37 મતથી લીડથી વિજેતા થયા હતા. ચૂંટણીમાં કુલ 58નું મતદાનમાં 4 મત રદ, અને 1 નોટામાં પડ્યો હોવાથી 53 મત માન્ય ગણાયા હતા. બીજી તરફ બારડોલી વકીલ મંડળના અન્ય હોદેદારો બિનહરીફ વરણી થઈ હતી. જેમાં ઉપપ્રમુખ તરીકે નીતિન પાટીલ, સેક્રેટરી તરીકે મિતેષ વણકર, વાઇસ સેક્રેટરી તરીકે ચંદન શાહ અને લાઈબ્રેરિયન તરીકે જીજ્ઞેશ ધનગરની સર્વાનુમતે બિનહરીફ વરણી કરવામાં આવી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button