ગુજરાતતાપીદક્ષિણ ગુજરાતરાજ્ય

પદ્મશ્રી રમીલા ગામીત દ્વારા સિકલસેલને નાથવા હુંકાર

આદિવાસી વિસ્તારમાં સિકલસેલ દૂર કરવા સરકારનો અનેરો પ્રયાસ

  • તાપી જિલ્લામાં ૨૬૧ જેટલા  હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટર ખાતે સામૂહિક કાર્યક્રમ દ્વારા ૮૦૦૦ જેટલા સિકલ સેલ એનિમિયા કાર્ડનું વિતરણ કરાયુ

દેશમાં મધ્યપ્રદેશથી સિકલ સેલ એનિમિયા નાબુદી મિશનની શરુઆત થઈ છે. ત્યારબાદ આ મિશન અંતર્ગત ગુજરાત રાજ્યના દરેક જિલ્લાઓમાં જિલ્લા કક્ષાએ  સિકલ સેલ એનિમિયા કાર્ડ વિતરણના કાર્યક્રમ હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટરો ખાતે રાખવામા આવે છે. જેના ભાગ રૂપે વ્યારાના બંધારપાડા ખાતે આવો કાર્યક્રમ  પદ્મ રમીલાબેન ગામીતના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.

અધ્યક્ષસ્થાનેથી ઉદ્બોધન કરતા રમીલાબેને જણાવ્યું કે, આપણા સમાજમાં સિકલસેલ રોગ વધી રહ્યો છે. આદિવાસી સમાજ માટે સિકલસેલ મોટામાં મોટી સમસ્યા છે. જેના માટે આપણે સૌએ જાગૃત બનવાની જરૂર છે. તેમણે લગ્ન માટે કુંડળીની જગ્યાએ સિલકસેલના રીપોર્ટ મેળવવા જોઇએ એમ સમજ કેળવી હતી.

આ ઉપરાંત પદ્મશ્રી રમીલાબેને સિકલસેલના દર્દીઓ સાથે આત્મિયતાથી વર્તન કરવું જોઇએ એમ દરેકને આગ્રહ કર્યો હતો. અંતે તેમણે પીએમજય કાર્ડ તમામ સિકલસેલના દર્દીઓ કઢાવી લે તે માટે ખાસ અનુરોધ કર્યો હતો. આ કાર્યક્રમમાં તાપી જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી  ડૉ.પાઉલ વસાવાએ જણાવ્યું હતું કે, સિકલસેલ રોગની જડમૂળથી નાબુદી માટે સિકલસેલ એનિમિયા કંટ્રોલ પ્રોગ્રામ અમલમાં મુકવામાં આવ્યો છે.

તાપી જિલ્લામાં કુલ ૩૨૮૮ સિક્લસેલના  દર્દીઓ નૌંધણી 
તાપી જિલ્લામાં મે-૨૦૨૩ ના અંતે સિકલસેલ અંતર્ગત થયેલ સ્ક્રીનીંગ ટેસ્ટ કુલ વસ્તી ૮.૭૮.૨૨૩  સામે ૭.૯૦.૮૬૫ એટ્લે કે, (૯૦ %) જેટલી સ્ક્રીનીંગની કામગીરી આરોગ્ય વિભાગ દ્વારા પૂર્ણ કરવામાં આવેલ છે. તે પૈકી સિકલસેલ રોગનાં ૩૨૮૮  દર્દીઓ અને ૬૬૬.૭૦  સિકલસેલના વાહક નોંધાયેલ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button