નર્મદા

દેડિયાપાડાના સિંગલ ગભાણ ગામે રૂ. 1.81 કરોડના રોડ તો બન્યો નહીં પરંતુ ગરનાળાઓ તૂટી ગયા

રસ્તો બનાવવામાં ગોબાચારી થયાનો આક્ષેપ

દેડિયાપાડા તાલુકાના અંતરિયાળ સિંગલ ગભાણ ગામે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ 1.81 કરોડના ખર્ચથી નવો રસ્તો બની રહયો છે અને તેની કામગીરી રાજપીપળાની દાયમા કન્સટ્રકશન કંપની દ્વારા કરવામાં આવી રહી છે. આ રોડ છેલ્લા એક વર્ષથી અધૂરો છોડી મૂકાતા ગ્રામજનોમાં રોષ ફેલાયો છે. વર્ષ 2023માં રોડ બનાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું અને તે જ વર્ષમાં કામ પૂર્ણ કરી દેવાનું હતું. પરંતુ કોઈ ને કોઈ કારણોસર હજુ પણ કામ પૂર્ણ નહિ થતાં તેમજ કામ ટલ્લે ચડતા ગ્રામજનો તેમજ વાહનચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

તેમજ ગામમાં રહેતા યુવાનો તેમજ મહિલાઓ, શિક્ષકો, તેમજ આંગણવાડી બેહનો અને ગ્રામજનોને આરોગ્યલક્ષી સુવિધાઓ માટે તકલીફ નો સામનો કરવાની પરિસ્થિતિ ઊભી થઈ છે. આ માર્ગની લંબાઇ 2.30 કિમીની છે. આ રોડ 8મી ઓકટોબર 2023ના રોજ બની જવો જોઇતો હતો પણ આજદિન સુધી બની શક્યો નથી.જો કામ વહેલી તકે પૂર્ણ ન થાય તો ગ્રામજનોએ આવનારી લોકસભાની ચૂંટણી બહિષ્કાર કરવાનું પણ મન બનાવી લીધું છે.

વનવિભાગની મંજૂરી નહિ મળતાં મોડું થયું છે

જીલ્લા પંચાયત માર્ગ મકાન વિભાગ ના ડેપ્યુટી ઇજનેર સતીષ વસાવા સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે, આ કામમાં જંગલ ખાતાની મંજુરી લેટ મળવાના કારણે કામ મોડું થયું છે અને હવે જલ્દી કામ પૂર્ણ કરવાનો આદેશ કચેરીથી આપવામા આવ્યો છે જ્યારે ગેરરીતિ થઈ છે જે બાબતે પણ જો ફરિયાદ આવશે તો તપાસ કરી સારી ગુણવત્તા વાળું કામ જ કોન્ટ્રાક્ટર પાસે કરાવવામાં આવશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button