ગુનોતાપીદક્ષિણ ગુજરાત

કાટીસકુવા નજીક ખુલ્લામાં જુગાર રમતા છ ઝડપાયા

વ્યારા તાલુકાના કાટીસકૂવા નજીક નિશાળ ફળિયાના છેવાડે ખુલ્લી જગ્યામાં રોજ સાંજે 5.30 વાગ્યાના અરસામાં 06 જુગારીને જુગાર રમતા પોલીસને બાતમી મળી હતી. જે આધારે પોલીસે ઘટના સ્થળે રેડ કરી છ જુગારીઓને ઝડપી લીધા હતા.

આ જુગારીઓ પાસેથી પોલીસે દાવ ઉપરના રૂ 4350 અંગજડતીના રૂ.3210 મળી કુલ રૂ.7650 કબજે કર્યા હતા. જુગાર રમતા જુગારીઓમાં વિજય ચંદ્રકાંત ગામીત, અર્જુન ચંદુ ગામીત, યોગેશ દિનેશ ગામીત (ત્રણેય રહે., કાકાબલલી ફળિયું, કાટીસકૂવા નજીક, તા.વ્યારા), નાનસિંગ સતીષ ગામીત, સુરેન્દ્ર જેસીંગ ગામીત, રાહુલ રમેશ ગામીત (ત્રણેય રહે., નિશાળ ફળિયું, કાટીસકૂવા નજીક, તા.વ્યારા) ની અટક કરી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button