નર્મદા

હરિયાણાથી વાયા મહારાષ્ટ્ર થઇ ગુજરાતના અમદાવાદ લઈ જવાતો વિદેશી દારૂનો મોટો જથ્થો SMCએ ઝડપી પાડ્યો

નર્મદા જિલ્લાના દેડીયાપાડા તાલુકામાં ગત રોજ હરિયાણાથી વાયા મહારાષ્ટ્ર થઇ ગુજરાત અમદાવાદ વિદેશી દારૂનો મોટો જથ્થો લવાતા હોવાની બાતમીને આધારે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે મહારાષ્ટ્ર તરફથી આવતી બે SUV કાર રોકી ચેકીંગ કરતા સાગબારાથી ડેડીયાપાડા રોડ પર જ SMCની ટીમે બે SUV કારને ઝડપી હતી. અંદર જોતા વિદેશી બનાવટનો દારૂની 2088 બોટલ જે 3,58,105નો વિદેશી દારૂ સાથે ટેમ્પો અને ઇનોવા કાર મળી ચાર ઝડપાયા પાંચ સામે ગુનો નોંધી તપાસ હાથ ધારી હતી.

3.58 લાખનો વિદેશી દારૂ સાથે ત્રણ ઝડપાયા, 2 ભાગી ગયા
સ્ટેટ મિનિટરિંગ સેલના પીએસઆઇ હેતલ.વી.તડવી અને તેમની ટીમ દ્વારા વિદેશી દારૂની બોટલો, બે કાર, મોબાઈલ મળી કુલ મુદ્દામાલ 14,29,105ને ઝડપી બંને ગાડીઓના ચાલાક અને સાથી એવા હરિયાણાના દવારકા ગામનો સુખબીર રૂપરામ સુલખ, રાજસ્થાન ઉદેપુર નરેશ કિશનલાલ સહુ રાજસ્થાન જયપુર રહે. મુલવાસ કૈલાસપુરીએ શંકરસિંહ કાળુસિંહ રાઠોડ રવીન્દ્રસિંહ વિજયસિંહ દેવડા ઝડપાઇ ગયા છે. જ્યારે વિદેશી દારૂનો જથ્થો મંગાવનાર રામસીંગ રાજપૂત સામે પણ પોલીસે ગુનો નોંધ્યો છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button