ઉમરપાડા

સુરતના જિલ્લાના ચેરાપુંજી ગણાતા ઉમરપાડામાં હિમવર્ષા

માંડણપાડા ગામનો બરફના કરા પડતો વીડિયો વાઈરલ

સુરત જિલ્લાના ચેરાપુંજી ગણાતા ઉમરપાડા તાલુકામાં ગત દિવસોમાં ભારે પવનની ગતિ સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. વરસાદ દરમિયાન બરફના કરા પણ પડ્યા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો.

સુરત જિલ્લામાં ગતરોજ દિવસભર કાળઝાળ ગરમી પડ્યા બાદ મોડીરાતે 10 વાગ્યા બાદ વાવાઝોડા સાથે કેટલાક વિસ્તારોમાં માવઠાની અસર જોવા મળી હતી, જેમાં અંદાજે 40થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો. જેને લઇને જનજીવન પ્રભાવિત થયું હતું. ત્યારે ગતરોજ સાંજે સુરત જિલ્લાના ચેરાપુંજી ગણાતા ઉમરપાડા તાલુકામાં ચોમાસાનો વિધિવત પ્રારંભ થયો હોય એવો માહોલ ભરઉનાળે જોવા મળ્યો હતો.

ભારે પવન અને ગાજવીજ સાથે માવઠું પડયું હતું તેમજ ઉમરપાડા તાલુકાના માંડણપાડા સહિતના ગામોમાં મોટા મોટા બરફના કરા પણ પડ્યા હતા. જેને લઇને ઠંડા પ્રદેશ કાશ્મીર જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. ભરઉનાળે થયેલા માવઠાને લઈને કેરી અને તુવેર પકવતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. ત્યારે હાલ બરફના કરા પડતો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો.

Related Articles

Back to top button