તાપીરાજનીતિ

તાપી જિલ્લામાં TRBના સમર્થનમાં સામાજીક, આદિવાસી, ખેડૂત સંગઠનો મેદાનમાં

6400 પરિવારોનો વિચાર કરી ન્યાયિક કાર્યવાહી કરવા રજૂઆત

તાપી જિલ્લા કલેકટર કચેરી ખાતે દસ‌થી વધુ વિવિધ જન સંગઠનોના પ્રતિનિધિઓ દ્વારા વ્યારા કલેકટર મારફત ગુજરાત સરકારને પત્ર પાઠવી TRB સભ્યોને તાત્કલીક અસરથી છુટા કરવા બાબતેની કાર્યવાહીમાં નિર્ણય ફેરફાર કરી 6400 પરિવારોનો વિચાર કરી ન્યાયિક કાર્યવાહી કરવા રજૂઆત કરી હતી.

પત્રમાં જણાવ્યા મુજબ તાપી જીલ્લા સહિત ગુજરાત ભરમા ટ્રાફીક બ્રીગેડના ઘણા લાંબા સમયથી ફરજ બજાવતા TRB સભ્યોને ગુજરાત રાજ્ય ના ડી.જી.પી. સાહેબશ્રી દ્વારા તા. 18/11/2023 ના રોજ આદેશ બહાર પાડી ત્રણ વર્ષ ઉપરથી ફરજ બજાવતા ટાફીક બ્રીગેડના જવાનોને ફરજ મુક્ત કરવા તેમજ તેઓને ટ્રાફીક બ્રીગેડ તરીકે ફરીથી  ના કરવા હુકમ કરેલ છે. જે નિર્ણયથી 6400 પરિવારો ઉપર રોજગારીનું મોટું સંકટ ઊભું થયું છે.

નિર્ણય બાબતે વિરોધ દર્શાવતા તાપી જીલ્લાના TRB જવાનોના સમર્થનમાં વ્યારા નગર સંઘર્ષ સમિતિ , આદિવાસી મુક્તિ મોર્ચા, વોઇસ ઓફ યુથ , આદિવાસી કિસાન સંઘર્ષ મોર્ચા , રાષ્ટ્રીય આદિવાસી એકતા મંચ , આંતરરાષ્ટ્ટ્રીય માનવ અધિકાર કાઉન્સિલ , પ્રીમેટિવ ગ્રુપ , આદિવાસી પંચ બુહારી , ગુજરાત શ્રમિક સંગઠન , આદિવાસી એકતા મંચ – ગુજરાત જેવા દસથી વધુ સંગઠનના અગ્રણીઓ દ્વારા સરકાર ને રજુઆત કરી ડીજીપીના 18/1123ના આદેશમા ગુજરાત રાજ્યના તમામ ટ્રાફીક બીગેડના જવાનોને તાત્કાલીક અસરથી છુટા કરવા તે નિર્યણ યોગ્ય ના હોય અને ટ્રાફીક બ્રીગેડના જવાનોને છેલ્લા પાંચ કે દસ વર્ષ જેટલો જીવનનો અમુલ્ય સમય રાજ્ય ને માનવ સેવક તરીકે સેવા આપેલ હોય અને ફક્ત 300 રૂપીયા જેવા ન જેવા દરે કોવિડ-19 ના લોક ડાઉનના સમયગાળા મા પોતાના જીવ ને નેવે મુકી અને ફરજ બજાવેલ હોય તથા પોતાના જીવનમા દિવાળી હોય કે ધુળેટી , જાહેર રજા હોય કે આઝાદીનું પર્વ દરેક તહેવારો મા પોતાની ફરજ બજાવેલ હોય અને હાલ સરકાર જો તેમને આમ છુટાં કરે તો તે યોગ્ય બાબત ના કહેવાય.

ગુજરાત સરકારના ટ્રાફીક બીગેડના જવાનો ને તાલ્કાલીક અસરથી છુટા કરવા તે નિર્ણય સામે વિવિધ સામાજીક , આદિવાસી , ખેડુત સંગઠનોએ ટ્રાફીક બ્રીગેડ જવાનોના સમર્થનમાં સરકારને લેખિતમાં અપીલ કરી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button