નર્મદા

સાગબારાથી વનસ્પતિજન્ય ગાંજાના જથ્થા સાથે આરોપીને SOGએ ઝડપી પાડયો

નર્મદા પોલીસ દ્વારા જિલ્લામાં ગેરકાયદેસર ચાલતા માદક પદાર્થોની હેરફેર, વેચાણની પ્રવૃતિઓને સંપૂર્ણ નાબુદ કરવા સુચના આપી છે. જેની બાતમીના આધારે નાર્કોટીક્સના કેસો શોધી કાઢવા માટે પોલીસ ઇન્સસ્પેક્ટર આર.જે. ગોહિલ એસ.ઓ.જી નર્મદા સુચના અને માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી શાખાના માણસોએ ટીમો દ્વારા બાતમી મેળવેલ કે, સાગબારા ગામે રહેતો એક ઈસમ પોતાના ઘરે ગેરકાયદેસરનો વગર પાસ પરમીટનો ગાંજો રાખી તેનું વેચાણ કરે છે.

જે ચોક્કસ બાતમી હકીકત આધારે બાતમીવાળી જ્ગ્યાએ રેઈડ કરતા જાવેદખાન ઉસ્માનગની પઠાણ રહે. સાગબારા, જંગલ ફળિયુ, તા.સાગબારા, જિ.નર્મદાના પોતાના રહેણાંક ઘરમાં ગેરકાયદેસર રીતે વનસ્પતિજન્ય માદક પદાર્થ સુકો ગાંજા કુલ વજન 1285 કિ.ગ્રા જેની કિં.રૂ.12,850ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી સાગબારા પોલીસ સ્ટેશનમાં એન.ડી. પી.એસ.એક્ટ મુજબનો ગુનો રજીસ્ટર કરાવી કાયદેસર કાર્યવાહી કરી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button