ગુજરાતગુનોડાંગદક્ષિણ ગુજરાતરાજ્ય

વાહન કોન્ટ્રાકટરોની લાલિયાવાડી: ડાંગમાં સરકારી અનાજ પહોંચાડતી કેટલીક ટ્રક માલિકો નીતિ નિયમો નેવે મૂક્યા

ટ્રકોના બેનરોમાં સ્થળ, અધિકારીઓના નામ, ફોન નંબર લખાતા જ નથી. 

સરકારી અનાજનો જથ્થો સપ્લાય કરતી ટ્રક ઉપર પૂરવઠો વિભાગના સૂચનો કે નીતિનિયમોનું સરકારની પારદર્શિકતા બાબત ખૂબ ઉત્તમ છે. પરંતુ કેટલીય ટ્રકોમાં આ બેનર જોવા ના મળતા અનેક સવાલો ઉભા થયા છે. સરકારી અનાજનાં ગોડાઊનમાંથી સરકારી સસ્થા અનાજની દુકાનો સુધી અનાજ પહોચાડતી ટ્રકો પર સરકારનાં નિતિ-નિયમો મુજબ ટ્રકો આગળ પોસ્ટરો લગાડવાનાં હોય છે અને તેમાં માહિતી લખવાની હોય છે.

જ્યારે આ વાહનોમાં દુકાન નામ, ગામનું નામ, તાલુકા અને જિલ્લાનું નામ લખવામાં આવે છે. વ્યાજબીની દુકાન, મધ્યાહન ભોજન  કેન્દ્ર અને આંગણવાડી માટેની આવશ્યક ચીજવસ્તુનો જથ્થો રાખવામાં આવ્યો છે તે અને આ જથ્થા વ્યાજબી ભાવની દુકાન, મધ્યાહન ભોજન કેન્દ્ર અને આંગણવાડી સિવાય અન્ય કોઈ જગ્યાએ ઊતારવામાં આવશે અને અન્ય કોઈ જગ્યાએ ઊતારવામાં આવશે તો જોવા મળે તો નીચેનાં નંબર ફોન સંપર્કે વિનંતી કરવામાં આવે છે અને મામલતદાર અને ઝોનલ ઓફિસરનો નંબર લખવામાં આવે છે.

પરંતુ ડાંગ જિલ્લામાં સરકારી અનાજ પહોચાડવામાં ચાલતી ટ્રકો પર કેટલીક ટ્રકો પર તાલુકાનાં નામ લખવામાં આવ્યાં નથી તથા કેટલીક ટ્રકો આહવા ,વઘઈ અને સુબીર એમ ત્રણેય તાલુકાનાં નામ લખવામાં આવ્યાં છે, મોટાભાગની ટ્રકો પર તાલુકાનાં મામલતદાર અને ઝોનલ અધિકારીનું નામ કે ફોન કે લખવામાં આવ્યાં નથી તે એક ગંબીર ગુનાને આમંત્રણ આપે છે.

આ બાબતે આહવા સસ્તા અનાજના ગોડાઊનનાં મેનેજર હિતેશ ગામિત સાથે વાતચીત કરતાં તેઓએ જણાવ્યું હતું કે આહવા તાલુકામાં એચ.એમ.ટ્રેડર્સ નામની એજન્સી કામ કરતી હતી પરંતુ હાલ તેઓનો કોન્ટ્રાકટ પુરો થયો છે જયારે કયા નંબરની ટ્રક ચાલે તેઓએ જણાવ્યું હતું એક મહિના માટે ટ્રક ચાલી રહી છે. નંબર બાબતે ગોળ-ગોળ જવાબ આપ્યો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button