નર્મદા

આદિવાસી વિસ્તારના લોકોમાં હજી અંધશ્રદ્ધા

કોલીવાડા ગામે માતાને ડાકણ કહેનાર મહિલાને પુત્રની ધમકી

દેડિયાપાડા તાલુકાના કોલીવાડા (બોગજ) ગામે માતાને ડાકણ કહેનાર એક મહિલાને પુત્રએ માર મારી; મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાઇ છે.

કોલીવાડા (બોગજ)ના મેહુલ વસાવા ગામના ગંભીર વસાવાની પત્ની સુકમાને ગત 28 ઓક્ટોબર 2023ના રોજ સાંજના 6:45  વાગ્યાના અરસામાં ઘરના આંગણામા આવી કહેવા લાગેલ કે, તમે કેમ મારી મમ્મી ડાકણ છે તેવુ ગામમાં કહેતા ફરો છો તેમ કહી ફરીયાદીની પત્ની ઉપર ખોટો શક-વહેમ રાખી ગાળો આપી વાળ પકડી મોઢાના ભાગે થપ્પડો મારી રોડ પર ફેકી દીધી હતી.

સુકમાને માથાના ભાગે ઇજા થતાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. પોલીસે મેહુલ વસાવા વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button