દક્ષિણ ગુજરાત

દક્ષિણ ગુજરાતની સુગર મિલોએ શેરડીના ભાવ જાહેર કર્યા

ભાવોને લઈને ખેડૂતો "કહી ખુશી; કહી ગમ"માં દેખાયા

દક્ષિણ ગુજરાતની તમામ સુગર મિલોએ આજરોજ શેરડીના ભાવ જાહેર કર્યા હતા. જોકે ખેડૂતોને આશા હતી કે, ચાલુ વર્ષે શેરડીના સારા ભાવ મળશે પરંતુ ખેડૂતોની આશા પર પાણી ફરી વળ્યું હતું. એકતરફ જોવા જઈએ તો શેરડીનું ઉત્પાદન પણ ઓછું થયું છે, બીજીતરફ માથે ચૂંટણી પણ છે. જેથી ખેડૂતોને 3500થી 3800 રૂપિયા જેટલા ભાવ મળવાની આશા હતી. જોકે ગત વર્ષની સરખામણીમાં ખેડૂતોને શેરડીના પ્રતિ ટન દીઠ સુગર મિલોએ 150થી 200 રૂપિયાનો વધારો આપ્યો છે.

દક્ષિણ ગુજરાતમાં આજે સૌથી પહેલાં કામરેજ સુગર મિલએ ભાવ જાહેર કર્યા હતા. કામરેજ સુગર મિલ દ્વારા ગત વર્ષની સરખામણીએ સરેરાશ 200 રૂપિયાનો ભાવ વધારો જાહેર કર્યો હતો. કામરેજ સુગર મિલ દ્વારા ઓક્ટોબરથી જાન્યુઆરીના 3351, ફેબ્રુઆરી 3451 અને માર્ચના 3551 જાહેર કર્યા હતા. જયારે એશિયાની સૌથી મોટી બારડોલી સુગર મિલ દ્વારા ઓક્ટોબરથી જાન્યુઆરીના 3423, ફેબ્રુઆરીના 3523 જયારે માર્ચના 3551 રૂપિયા જાહેર કર્યા હતા. જે સરેરાશ ગત વર્ષની સરખામણીમાં 70 રૂપિયા પ્રતિ ટન વધારે જાહેર કર્યા છે. સાયન સુગર મિલ દ્વારા ઓક્ટોબરથી જાન્યુઆરીના 3356, ફેબ્રુઆરી 3456 અને માર્ચના 3506 રૂપિયા જાહેર કર્યા છે. જે ગત વર્ષની સરખામણીએ 150 રૂપિયા પ્રતિ ટન વધુ આપ્યા છે.

ત્યાર બાદ ચલથાણ સુગર મિલ દ્વારા ઓક્ટોબરથી જાન્યુઆરી 3206, ફેબ્રુઆરી 3206 અને માર્ચના 3256 જે ગત વર્ષની સરખામણીમાં માત્ર 20 રૂપિયા પ્રતિ ટન વધુ જાહેર કર્યા છે. મઢી સુગર મિલ દ્વારા ઓક્ટોબરથી જાન્યુઆરીના 3225, ફેબ્રુઆરીના 3275 અને માર્ચના 3325 ભાવ જાહેર કર્યા છે. જે ગત વર્ષની સરખામણીએ 200 રૂપિયા પ્રતિ ટન જાહેર કર્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button