તાપી

SPCA તાપીની વર્ષ 2023-24ની સામાન્ય સભા તથા કારોબારી સભા યોજાઈ

તાપી જિલ્લાની SPCA (સોસાયટી ફોર પ્રિવેન્શન ઓફ ક્રુઅલ્ટી ટુ એનિમલ્સ) વર્ષ-2023-24ની સામાન્ય સભા તથા કારોબારી સભા જિલ્લા કલેક્ટર વી.એન.શાહના અધ્યક્ષસ્થાને જિલ્લા પંચાયતના સભાખંડ ખાતે યોજાઇ હતી.

આ બેઠકમાં SPCA તાપીની નાણાકિય વિગત, SPCAની કામગીરી જેમાં મુલાકા લીધેલ એનીમલ વેલ્ફેર ઓર્ગેનાઇઝેશન, પાંજરાપોર, ઢોરડબા, ઇન્ફર્મરીઝની વિગત, પ્રાણીકલ્યાણ અર્થે કરેલ કામગીરીની વિગત, કરુણા અભિયાન અંર્ગત ઘાયલ પશુપક્ષીઓની આપેલ સારવાર અંગે, સુરત તથા તાપી જિલ્લાના પોલીસ સ્ટેશન દ્વારા ગુનાહિત પ્રવૃતિમાં પકડવામાં આવેલ પશુઓના નિભાવ ખર્ચ અંગે, પ્રાણી કલ્યાણ પખવાડીયાની ઉજવણી અંતર્ગત વિવિધ પ્રવૃતિઓ, સરકારશ્રી તરફથી મળેલ ગ્રાંટની વિગત અંગે તથા મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં નાયબ પશુપાલન અધિકારી બી.એચ,શાહ સહિત વન વિભાગ અને પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીશ્રીઓ તથા SPCA (સોસાયટી ફોર પ્રિવેન્શન ઓફ ક્રુઅલ્ટી ટુ એનિમલ્સ)ના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button