ગુનોદાહોદ

લો બોલો! નકલી સરકારી કચેરી બનાવવામાં અસલી અધિકારીઓનો હાથ! કુલ પાંચ સરકારી બાબુઓની ધરપકડ

દાહોદમાં નકલી સરકારી કચેરી કૌભાંડમાં વધુ 5 લોકોની ધરપકડ કરવામાં આવી છે. નકલી કચેરી કૌભાંડમાં પ્રાયોજન વહીવટદાર કચેરીનાં 3 અધિકારીઓ તેમજ મદદનીશ કમિશ્નર કચેરીનાં 2 અધિકારીઓની નકલી કચેરીમાં સંડોવણી સામે આવતા તમામની પોલીસે ધરપકડ કરી રિમાન્ડ મેળવ્યા છે.

  • દાહોદમાં નકલી સરકારી કચેરી કૌભાંડમાં વધુ 5 લોકોની ધરપકડ 
  • નકલી કચેરી માટે કામ કર્યું હોવાનું સામે આવતાં તમામની ધરપકડ
  • પોલીસે તમામને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી

 

દાહોદમાં 6 નકલી સરકારી ક્ચેરી ઉભી કરી રૂ. 18.59 કરોડના કૌભાંડમાં હવે પ્રાયોજના વહિવટદાર કચેરીના 3 અને મદદનીશ કમીશ્નર આદિજાતી વિકાસ ક્ચેરીના 2 મળીને કુલ 5 કર્મીની ધરપકડ કરાઇ હતી. આ પાંચે કર્મીઓ નક્લી કચેરી વિશે જાણતા છતાં તેમણે પોતાનાં ટેબલ પરથી કામો સરળતાથી પાસ કરીને આર્થિક લાભ મેળવ્યાની ભૂમિકા હોવાથી તેમની ધરપકડ કરી છે. આ પાંચેને કોર્ટમાં રજૂ કરી પોલીસે 3 દિવસનાં રિમાન્ડ મેળવ્યા છે.

પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કરી રિમાન્ય મેળવ્યા
દાહોદમાં નકલી સરકારી કચેરી ઉભી કરી 18.59 કરોડનું કૌભાંડ આચરવાના કેસને લઇ વધુ 5 અધિકારીઓની સંડોવણી સામે આવી છે..જેને પગલે 5 અધિકારીઓની ધરપકડ કરી પોલીસે 3 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. નકલી કચેરી કૌભાંડમાં પ્રાયોજન વહીવટદાર કચેરીના 3 અને મદદનીશ કમિશનર કચેરીના 2 મળીને કુલ 5 કર્મીઓની સંડોવણી સામે આવી છે..આ તમામ અધિકારીઓ નકલી કચેરી વિશે જાણતા હતા. છતાં આર્થિક લાભ મેળવ્યો હોવાની માહિતી મળતાં તેમની ધરપકડ કરાઇ છે. કરાર આધારિત પ્રાયોજના વહીવટદારના PA મયુરભાઇ પરમાર, આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર, કોમ્પ્યુટર ઓપરેટરની ધરપકડ કરાઇ. તો બીજી બાજુ કોમ્પ્યુટર ઓપરેટર પ્રાયોજના ક્ચેરીના આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજરની પણ ધરપકડ કરાઇ છે. આ તમામ અધિકારીઓએ નકલી કચેરી માટે કામ કર્યા હોવાનું સામે આવતાં તેમની સામે તપાસ શરૂ કરવામાં આવી છે.

પાંચેયે નકલી સરકારી ક્ચેરી માટે કામ કર્યું હોવાનું પુરવાર થતા ધરપકડ કરાઈ
દાહોદમાં છ નક્લીં સરકારી ક્ચેરી ઉભી કરીને નકલી કાર્યપાલક ઇજનેરનું પદ પણ બનાવી વિવિધ 260 કામો મેળવીને રા. 18.59 કરોડનું કૌભાંડ આચરવામાં પોલીસે વધુ 5 સરકારી કર્મીની ધરપકડ કરી છે. તેમાં વોકેશન ટ્રેનીંગ સેન્ટર રળિયાતીના કરાર આધારીત ટ્રેડ ઇન્સ્ટ્રકટર તેમજ પ્રાયોજના વહિવટદારના પી.એ એવા મયુરભાઈ પ્રકાશભાઈ પરમાર, પ્રાયોજના ક્ચેરીના કરાર આધારિત આસિ. પ્રોજેક્ટર મેનેજર પુખરાજ બાબુભાઈ રોઝ, પ્રાયોજના કચેરીના આઉટ સોર્સ કમ્પ્યુટર ઓપરેટર પ્રદિપભાઈ ખીમાભાઈ મોરી, આદિજાતિ વિકાસ કચેરીના જુનિયર ક્લાર્ક ગીરીશભાઈ દલાભાઈ પટેલ, પ્રાયોજના ક્ચેરીના આસિ. પ્રોજેક્ટ મેનેજર અતે હાલ લુણાવાડામાં પ્રતિ નિયુક્તિથી પ્રાયોજના કચેરીમાં ફરજાધિન સતીષભાઈ અશોકભાઈ પટેલની ધરપકડ કરી હતી. મુખ્યત્વે ટ્રાયબલ સબ પ્લાનને લગતી યોજનાના સુચારૂ અમલીકરણ માટે પ્રાયોજના વહીવટદાર કાર્યરત હોય છે. જે ટ્રાયબલ સબ પ્લાનને લગતી યોજનાઓ ઉપરાંત ગુજરાત પેર્ટન, ન્યુક્લીઅસ બજેટ, ફોરેસ્ટ રાઈટ એકટ તથા ખાસ કેન્દ્રિય સહાય હેઠળની યોજનાઓનું મોનીટરીંગ તથા નિયંત્રણ તમામ લાઈન ડિપાર્ટમેન્ટની જિલ્લા કક્ષાની કચેરીઓના વડાના પરામર્શમાં રહીને કરે છે.જોકે, ઉચ્ચ અધિકારીઓ સાથે મળીને આ પાંચેયે નકલી સરકારી ક્ચેરી માટે કામ કર્યું હોવાનું પુરવાર થતાં ધરપકડ કરાઇ હતી.

પાંચ કર્મચારીની ધરપકડ કરવામાં આવી છેઃ ર્ડા.રાજદીપસિંહ ઝાલા (એસપી, દાહોદ)
આ બાબતે દાહોદ એસપી ર્ડા. રાજદીપસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, પાંચ અલગ અલગ કર્મચારી અથવા તો કરાર આધારીત કર્મચારીની ધરપકડ કરવામાં આવી છે. જેમનાં નામ છે. મયુર પ્રકાશભાઈ પરમાર,  પુખરાજ રોઝ, પ્રદિપભાઈ મોરી,  ગીરીશભાઈ પટેલ, સતીષભાઈ પટેલ આ પાંચેય જે તે સમય જીલ્લા પ્રાયોજન અધિકારીની કચેરીમાં નોકરી કરતા હતા. તેમજ અલગ અલગ ગ્રાન્ટોનાં ટેબલ સંભાળતા હતા. આ એક ઓફીસ સ્કેમમાં જે 100 જેટલા કોન્ટ્રાક્ટ આરોપીએ લીધેલા જેની 18 કરોડ જેટલી રકમ થાય છે.  આ મોટા ભાગનાં કોન્ટ્રાક્ટની ફાઈલ આ લોકોનાં ટેબલથી ઓપરેટ કરવામાં આવતી હતી અથવા તો વેરીફાય કરવામાં આવતી હતી અને તેમાં નોટીંગ કરીને મોકલવામાં આવતું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button