માંડવીરમતગમત

એકલ અભિયાન દ્વારા એકલ વિદ્યાલયના વિધ્યાર્થીઓ માટે ખેલ પ્રતિયોગિતા કાર્યક્રમનું આયોજન

માંડવી તાલુકાના લુહારવડ પાસે આવેલ સોલી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આયોજન

એકલ અભિયાન દ્વારા એકલ વિદ્યાલયના વિધ્યાર્થીઓને રમ્મત-ગમ્મતમાં રુચિ વધારવા અને નાના બાળકોની પ્રતિભાઓ કેળવવા માટે માંડવી તાલુકાના લુહારવડ પાસે આવેલ સોલી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે  ખેલ પ્રતિયોગિતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. જેમાં કબ્બડી અને 100 મીટર અને 200મીટર દોડ, ઉંચી કુદ લાંબી કુદ જેવી રમતો રમાડવામાં આવી જેમ 60 જેટલા ગામોના બાળકોએ ભાગ લીધો. જેમાં આદિવાસી વિસ્તારના ગામડાઓમા એકલ અભિયાન દ્વારા એકલ વિદ્યાલય ચલાવવામા આવે છે જે જુદા જુદા ગામડાઓમા એકલ વિદ્યાલય દ્વારા આજુ બાજુ ગામડાઓમાંથી સંપર્ક કરી અને ખેલ પ્રતિયોગિતાનો કાર્યક્રમ કરવામાં આવ્યો. જેમાં 10 થી 14 વર્ષના 180 જેટલા બાળકોએ ભાગ લીધો અને ખૂબ ઉત્સાહ અને આનંદ કાર્યક્રમ પૂર્ણ કર્યો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button