માંડવી

માંડવી-કિમ રસ્તા વચ્ચે કસાલ ગામ પાસે GSRTCની પુરપાટ ઝડપે આવતી બસે વધુ એક જીવનો ભોગ લીધો

સુરતના માંડવીથી કિમ જતા રસ્તા પર સરકારી GSRTC બસે બાઈક ચાલકને ઉડાડ્યો હતો. ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલ આધેડનું ટૂંકી સારવાર દરમિયાન મોત થયું હતું. હાલ પોલીસે બસ ચાલક વિરૂદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

સુરત જિલ્લાના માંડવી તાલુકામાં પસાર થતા માંડવીથી અરેઠ જતા રસ્તા પર કસાલ ગામની સીમમાં એક 53 વર્ષીય આધેડ રાજુભાઈ છોટુભાઈ આધેડ જેઓ પોતાની બાઈક લઈને પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન પૂરઝડપે આવી રહેલ સરકારી બસના ચાલકે બાઈકને અડફેટે લીધી હતી. જેને લઇને બાઈક ચાલક રાજેશભાઈ હળપતિ સરકારી બસ નીચે દબાઈ ગયા હતા અને માથાના ભાગે, ગળાના ભાગે તેમજ પગના ભાગે ગંભીર ઈજાઓ થતા તેઓને તાત્કાલિક 108 એમ્બ્યુલ્સ મારફતે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

હાલ મૃતકના 27 વર્ષીય પુત્ર ઋચિતભાઈએ સમગ્ર ઘટનાની જાણ માંડવી પોલીસને કરવામાં આવતા માંડવી પોલીસે સરકારી બસના ચાલક વિરૂદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button