તાપીશિક્ષણ

જવાહર નવોદય વિદ્યાલય બોરખડી ધોરણ-9 અને 11ના વર્ષ-2024-25 માટે ઓનલાઇન અરજી ફોર્મ ભરવાની છેલ્લી તા.31-10-2023 રહેશે

ભારત સરકારના શિક્ષણ મંત્રાલય હેઠળ સ્વાયત્ત સંસ્થા, (શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગ), અંતર્ગત ચાલતી, જવાહર નવોદય વિદ્યાલય, બોરખડી, જિ. તાપીમાં ધોરણ – 9 (નવ)માં ખાલી પડેલી અને અને ધો-11 (અગિયાર)માં ભવિષ્યમાં ખાલી થનાર બેઠકો માટે વર્ષ 2024-25માં પ્રવેશ માટે ઓનલાઇન અરજી ફોર્મ ભરવાનું કાર્ય શરૂ થઈ ગયું છે.

જેના માટેની વેબસાઈટ www.navodaya.gov.in, https://cbseitms.nic.in/2023/nvsix અને https://cbseitms.nic.in/2023/nvsxi_11 પર જવું અથવા જવાહર નવોદય વિદ્યાલય, બોરખડી, જિ. તાપીની વેબ સાઈટ https://www.navodaya.gov.in/nvs/nvs-school/Tapi/en/home પરથી પણ ભરી શકાશે. ઓનલાઈન અરજીપત્ર ભરવાની છેલ્લી તા. 31-10-2023 છે.

ધોરણ- 9ની પ્રવેશ પરીક્ષાનું આવેદનપત્ર ભરવા માટે વિદ્યાર્થી શૈક્ષણિક વર્ષ 2023-24માં ધોરણ-8માં તાપી જિલ્લાની કોઈપણ સરકારી અથવા સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત શાળામાં અભ્યાસ કરતો હોવો જોઈએ. પ્રવેશ ઈચ્છુક વિદ્યાર્થીનો જન્મ તા.01.05.2009 અને 31.07.2011 વચ્ચે (બંને દિવસો સહિત, તમામ કેટેગરી માટે) હોવો જોઈએ.

ધોરણ- 11ની પ્રવેશ પરીક્ષાનું આવેદનપત્ર ભરવા માટે વિદ્યાર્થી શૈક્ષણિક વર્ષ 2023-24માં ધોરણ- 10માં તાપી જિલ્લાની કોઈપણ સરકારી અથવા સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત શાળામાં (CBSE અથવા અન્ય કોઈપણ રાજ્ય શિક્ષણ બોર્ડ/અન્ય સરકાર સાથે સંલગ્ન માન્ય બોર્ડ) અભ્યાસ કરતો હોવો જોઈએ. પ્રવેશ ઈચ્છુક વિદ્યાર્થીનો જન્મ તા.01.06.2007 અને 31.07.2009 વચ્ચે (બંને દિવસો સહિત, તમામ કેટેગરી માટે) હોવો જોઈએ.

ધોરણ-9 અને ધોરણ-11માં પ્રવેશ માટેની પ્રવેશ પરીક્ષા તારીખ 10-02-2024 શનિવારનાં રોજ લેવામાં આવશે. પરીક્ષાને લગતી અન્ય કોઈ પણ માહિતી માટે શાળાના ફોન નં.02625- 299 081 પર સંપર્ક કરવા પ્રભારી પ્રાચાર્ય જ. ન. વિ બોરખડી, તાપીની અખબારી યાદીમાં જણાવાયું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button