બારડોલી

મઢી સુગરમાં બોઈલર પ્રગટાવી પિલાણનો પ્રારંભ

22 સપ્ટેમ્બરને શુક્રવારનાં રોજ મઢી તથા આજુ બાજુનાં વિસ્તારની જીવાદોરી સમાન મઢી સુગર ફેક્ટરીમાં આગામી પિલાણ સીઝન : 2023–24 માં પિલાણમાં આવનાર શેરડી માટે બોઈલર પ્રદિપ્ત વિધિ સંસ્થાનાં ડીરેક્ટર મનીશભાઈ સુરેશચંદ્ર પટેલ તથા યતિનકુમાર પરસોત્તમભાઈ પટેલનાં હસ્તે સંપન્ન થઈ હતી. આ પ્રસંગે સંસ્થાનાં પ્રમુખ સમીરભાઈ છીતારામભાઈ ભક્ત, ઉપ-પ્રમુખ અલ્પેશભાઈ મગનભાઈ પટેલ તમામ ડીરેકટરો અને મેનેજીંગ ડાયરેક્ટર રોહિતકુમાર એ.દેસાઈની ઉપસ્થિતમાં સંસ્થાનાં પ્રમુખે સંસ્થાની ઉતરોત્તર પ્રગતિ થાય અને પિલાણ સીઝન નિર્વિઘ્ને પૂર્ણ થાય એ માટે પ્રાર્થના કરી સમગ્ર સુગર પરિવારને શુભકામનાં પાઠવી હતી. આગામી પિલાણ સીઝન 2023-24માં શેરડી પિલાણનો લક્ષ્યાંક 10,00,000 મે.ટનનો રહેશે. એવુ સંસ્થાનાં પ્રમુખે જણાવેલ હતુ.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button