નર્મદા

31 ડિસેમ્બર માટે દારૂની હેરાફેરી અટકાવવા સાગબારા (ધનસેરા) ચેકપોસ્ટ ઉપર પોલીસની કડક ચેકીંગ

LCB SOG સહિત જિલ્લામાં 200થી વધુ પોલીસ જવાનો સુરક્ષા માટે બોર્ડરો પર ખડકી દેવાયા

નર્મદા જિલ્લો ગુજરાત ની બોર્ડર પર આવેલો જિલ્લો છે. હાલ 25 મી.ડિસેમ્બર નાતાલ નો પર્વ પૂર્ણ થયો જ્યારે આગામી 31 ડિસેમ્બર નો નવા વર્ષની ઉજવણી નો પર્વ હોય ગુજરાત માં વિદેશી દારૂને ગુસાડવા માટે બૂટલેગરો સક્રિય બની મથામણ કરી રહ્યા છે. ત્યારે રાજ્યની આ મહત્વની સાગબારા ધનસેરા ચેકપોસ્ટ પર નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે એ કડક સૂચના આપી અને કડક ચેકીંગ કરવા LCB, SOG ની ટીમોને કામે લગાડી સતત પેટ્રોલિંગ કરી રહ્યા છે.

ડીવાયએસપી. જી.એ.સરવૈયાના નેતૃત્વમાં ડેડીયાપાડા પીઆઇ પી.જે પંડ્યા અને સાગબારા પી.એસ.આઈ સી.ડી.પટેલને પણ સતત ચેકિંગ કરી રહ્યા છે. ત્યારે બાહ્ય રાજ્યમાંથી કોઈ દારૂ કે કોઈ કેફી પીણું ઘુસાડવામાં ના આવે એ માટે ચેકપોસ્ટ પર કડક ચેકીંગ કરવામાં આવી રહી છે.

આ બાબતે પોલીસ અધિક્ષક નર્મદા પ્રશાંત સુંબેએ જણાવ્યું હતું કે, હાલ નવા વર્ષની ઉજવણીને લઈને રાજ્યના શહેરો અને અન્ય ગામોમાં પાર્ટીઓનું યોજન થતું હોય છે. બુટલેગરો સક્રિય બનતાં હોય નર્મદા જિલ્લો ગુજરાતની બોર્ડર છે. આ બોર્ડરથી કોઈપણ જાતનું નશીલા પદાર્થો કોઈ ઘુસાડે નહીં અને મહારાષ્ટ્ર રાજ્યમાંથી વિદેશી દારૂ ગુસાડે નહીં એ બાબતે કડક ચેકીંગ કરવામાં આવી રહી.છે. પેટ્રોલિંગ પણ સતત નર્મદા પોલીસની ટીમ કામ કરે છે.

જિલ્લામાં પણ કોઈ નાગરિક નસો કરીને વાહનો ચલાવતા હોય એવા ચાલકોને પણ ચેકીંગ કરવામાં આવી રહ્યા છે. અધિકારીઓ અને પોલીસ કર્મીઓ મળી 200થી વધુ પોલીસ જવાનો આ ચેકીંગમાં હાલ લાગેલા છે. આ મહિનામાં સતત ચેકીંગ કરતા બે મોટા ટ્રક નાની ગાડીઓ સહિત લાખોનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં નર્મદા પોલીસ સફળ રહી છે. જિલ્લામાં 20થી વધુ ચેકીંગ પોઇન્ટ ઊભા કરવામાં આવ્યા છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button