માંડવીશિક્ષણ

માંડવીમાં વિદ્યાર્થીઓના શિક્ષણમાં અવરોધ રૂપ સામું આડું ઉભું રહેતું GSRTC તંત્ર

  • GSRTC વિભાગ દ્વારા વૈકલ્પિક રસ્તો કશો જ નથી?
  • આટલું મોટું GSRTC તંત્ર ફક્ત એક-બે પાસ કાઢવાની સુવિધા કેમ કરે છે? સ્ટાફનો અભાવ કે પછી સીધી રીતે બાળકોને હેરાન ગતિ?
  • શું શાળામાં જઈને વર્ગ પ્રમાણે પાસ ના કાઢી શકાય?
  • શું અધિકાર છે આવી રીતે બાળકોને હેરાન કરવાનો?

માંડવી તાલુકાની અનેક ગામોમાંથી અભ્યાસ માટે એસટી બસની સુવિધાનો ઉપયોગ કરતાં વિદ્યાર્થીઓ હાલમાં શરૂ થયેલા બીજા સત્રમાટે પાસ મેળવવા વહેલી સવારથી લાઈનમાં ઊભા રહેતા હોવા છતાં સમયે પાસ ન મળતાં શાળાઓમાં રજા પાડવા મજબૂર બની રહ્યાં છે. જેની સીધી માઠી અસર વિદ્યાર્થીઓના અભ્યાસ પર પડી રહી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર હાલમાં શરૂ થયેલા નવા શૈક્ષણિકસત્રમાં વિદ્યાર્થીઓ એસટી પાસ મેળવવામાં ત્રાહીમામ પોકારી રહ્યાં છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર રાજ્ય આખામાં એસટી નિગમ દ્વારા પાસ ઈશ્યુ થતાં હોવાના કારણે પ્રક્રિયા ધમી ચાલતી હોય છે. તેમજ ઓનલાઈન યાદીમાં ઘણા ગામોના નામો પણ સામેલ હોતા નથી. આવી ટેકનિકલ અનેક મર્યાદાના કારણે પાસ ઈશ્યુ કરવામાં વિલંબ થઈ રહ્યો છે. એસટી વિભાગના કર્મચારીઓ દ્વારા જલદી પાસ ઈશ્યુ થાય તે માટે મથામણ કરવા છતાં પણ કલાકોના કલાક નિકળતા વિદ્યાર્થીના અભ્યાસને અસર પડી રહી છે. એસટી વિભાગ થોડા સમય માટે પાસ ઈશ્યુના સ્ટાફમાં વધારો કરે તથા શાળાઓ સાથે સંકલન કરી વિદ્યાર્થીઓને જલદી પાસ મળે એવા પ્રયાસો હાથ ધરવામાં આવે એવી માંગ ઉઠી છે.

તમામ ક્ષેત્રમાં જ્યારે ઓનલાઈન સુવિધાઓ ઉપલબ્ધ છે. ત્યારે વિદ્યાર્થીઓના એસટી પાસ પણ વિદ્યાર્થીઓ ઓનલાઈન કરાવી શકે એવી સુવિધાઓ ઉપલબ્ધ કરવી જરૂરી છે. મોબાઈલ યુગમાં વિદ્યાર્થીઓ ટેકનોલોજીના ઉપયોગથી ઘરબેઠા પાસ મેળવી શકે તો સમય બચાવવા સાથે આર્થિક તથા શૈક્ષણિક નુકસાનને પણ ટાળી શકાય.

આ બાબતે રાજકીય અગ્રણીઓ તથા ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે પણ ચર્ચા કરી છે. એસટી વિભાગ તથા શિક્ષણ વિભાગ બંને સંયુક્ત રીતે કોઈ અદ્યતન સુવિધાઓ વિદ્યાર્થીઓના હિતમાં શરૂ કરે કે જે્થી દર વર્ષે બંને સત્રમાં વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલી દૂર કરી શકાય. ગુરુ મહારાજ, તરસાડા

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button