ડાંગ

સરપંચથી નારાજ છ સભ્યોએ બજેટનો વિરોધ કર્યો અને સુબીરના કાકશાળા ગ્રામ પંચાયતનું બજેટ નામંજુર

ડાંગ જિલ્લાના સુબીરના કાકશાળા ગ્રામ પંચાયતમાં બજેટની ગ્રામસભા યોજાઇ હતી. જેમાં સરપંચથી નારાજ છ સભ્યોએ બજેટનો વિરોધ કર્યો હતો. જેથી સભામાં બજેટ નામંજૂર કરવામાં આવ્યું હતું.

ડાંગ જિલ્લા પંચાયતનાં સુબીર તાલુકા પંચાયત હસ્તક આવતાં કાકશાળા ગ્રામ પંચાયતનાં સરપંચ માલજીભાઈ ગામિતનાં અધ્યક્ષયતામાં સોમવારે બજેટ માટેની ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સરપંચ સહિત તમામ સભ્યો હાજર રહ્યાં હતા. આ સભામાં સરપંચે અગામી વર્ષ 2024-2025 બજેટ તથા વિવિધ કામોની ચર્ચા કરવાના હતા પરંતુ ગ્રામ પંચાયતનાં સરપંચ માલજીભાઇથી નારાજ છ સભ્યોએ બજેટનો વિરોધ કર્યો હતો. જેને પગલે સામાન્ય સભામાં બજેટ નામંજુર કરવામાં આવ્યું હતું. સભ્યોએ જણાવ્યું હતું કે સરપંચ મનસ્વી રીતે કારભાર કરે છે. મોટાભાગનાં સભ્યોને વિશ્વાસમાં લીધા વગર કામો કરે છે, જેથી સરપંચના આવા કારભારથી સભ્યો નારાજ હોવાનું મનાઇ રહ્યું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button