નર્મદા

કોલવાણ ગામની ” નલ સે જલ” યોજનાની બોગસ કામગીરી બાબતે Transparancy newsના સહયોગથી મળતી સફળતા

Transparency newsના અપડેટથી "નલ સે જલ" યોજના પાણીની ટાંકીનું બોગસ કામનું રીપેરીંગ શરૂ

કોલવાણ પાણી સમિતિની સાથે ગામ આગેવાનો અને પ્રજા નિદ્રામાં પણ પત્રકાર અને Transparancy news લોકોના વહારે


નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના કોલવાણ ગામની વાસ્મો પ્રોજેક્ટ અંતર્ગત “નલ સે જલ “યોજનાની ૮૦,૦૦૦ લીટરની ક્ષમતાવાળી અને ૮૩ લાખની વહીવટી મંજુરીની કામગીરી એકદમ ઢોંગ વગરની હતી.અને ટાંકીની છતમાં જ તિરોડો પડેલી છે‌.જેના કારણે ટાંકીમાં અંશત: પાણી ભરાતાં જ બધું પાણી ટાંકીની નિચે જ વરસાદની જેમ પડી જાય છે.તે કારણે તા.૨૧/૧૧/૨૦૨૧ ના રોજ શરૂ કરવામાં આવેલ “નલ સે જલ “યોજનાનું હજુ સુધી ગામવાસીઓને પાણી મળ્યું નથી.

આ ” નલ સે જલ ” યોજનાની કામગીરી પર દેખરેખ રાખવાની જવાબદારી કોલવાણ ગ્રામ પંચાયતની પાણી સમિતિની હોવા છતાં અને કામગીરી એકદમ બોગસ થયેલ હોવા છતાં સાયલેન્ટ મુડમાં કેમ ? તેની ગંધ કટકી લેઈ લેવા તરફ જાય છે‌. અને આ પહેલાં પણ લગભગ ૨૫ વર્ષ ઉપરથી બાજૂમાં જ બનેલી ગામ આગેવાનોની નિષ્કાળજી અને નિદ્ગા અવસ્થાને કારણે ટાંકી બની પણ પાણી મળ્યાં વગર નકામી સાબિત થઈ.પરંતુ કોલવાણ ગામની” નલ સે જલ ” યોજનાની પત્રકાર આનંદ વસાવાના પ્રયાસથી અને Transparancy news ચૈનલના સહયોગએ તા.૭/૪/૨૯૨૪ ના રોજ કરેલ અપડેટની અસરથી કોલવાણ ગામની” નલ સે જલ ” યોજનાની પાણીની ટાંકીનું રીપેરીંગની કામગીરી શરૂ કરવાની ફરજ પડી છે.હવે આવનાર સમય જ બતાવશે કે કોલવાણ ગામવાસીઓને “નલ સે જલ “યોજનાનું પાણી મળે છે.કે કેમ ?
રીપોર્ટ – આનંદ વસાવા

 

Related Articles

Back to top button