તાપી

ડોલવણ તા. પં. પ્રમુખ ભાવના પટેલ ઉપપ્રમુખ સુંદર ચૌધરી બિનહરીફ

સુંદર ચોધરી કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા છે

તાપી જિલ્લાના ડોલવણ તાલુકામાં અઢી વર્ષ માટે તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ માટે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું જેમાં ભાજપના ફોર્મ ભરાયા જ્યારે કોંગ્રેસે મેદાન છોડ્યું હતું, જેને પગલે ભાજપના ઉમેદવાર બિનહરીફ જાહેર થયા છે.

ડોલવણ તાલુકા પંચાયતની અઢી વર્ષની ટર્મ માટે નવા પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી માટે આજે ફોર્મ ભરવાની છેલ્લી તારીખે ભાજપ ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં તાલુકાના પ્રમુખ તરીકે ભાવનાબેન કિરણભાઈ પટેલ ઉપપ્રમુખ માટે સુંદરભાઈ કાનસિંગભાઈ ચૌધરી કારોબારી અધ્યક્ષ સીતારામભાઈ કોંકણી પક્ષના નેતા તરીકે સુનંદાબેન ગામીતનું મેન્ડેટ આવતાં ફોર્મ ભરીયા હતાં અને આ ફોર્મ ભરતી વખતે ભાજપના સંગઠનના પ્રમુખ હરીભાઇ ગામીત, સંગઠનના મહામંત્રી ધમેશભાઈ ચૌધરી, ધર્મેન્દ્રસિંહ પરમાર, પ્રભારી ધવલભાઇ ચૌધરી પંકજભાઈ ચૌધરી હાજર રહ્યા હતા અને ભાજપ સંગઠને આપેલા મેન્ડેટ મુજબ ફોર્મ ભરવા હતાં. જ્યારે કોંગ્રેસ દ્વારા એક પણ ફોર્મ નહીં ભરાતાં ભાજપના ઉમેદવાર બિનહરીફ જાહેર કરાયા છે.

ડોલવણ તાલુકાના પંચાયતના 16 બેઠક પૈકી 9 બેઠક ભાજપે કબજે કરી હતી અને અઢી વર્ષની ટર્મ દરમિયાન 3 કોંગ્રેસના ચુંટાયેલા સભ્યો ભાજપમાં જોડાયા હતાં. જેને પગલે ભાજપનો વિજયરથ આગળ વધ્યો હતો. ભાજપના સંગઠનના વરિષ્ઠ આગેવાનો હાજર રહ્યા હતાં. ઉપપ્રમુખ તરીકે કોંગ્રેસમાંથી આવેલા સુંદરભાઈ ચૌધરીને ભાજપ દ્વારા તક આપવામાં આવી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button