ગુજરાતદક્ષિણ ગુજરાતદેશરાજનીતિરાજ્યસુરત

રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી

સુરતમાં કોંગ્રેસીઓએ ફટાકડા ફોડીને કરી ઉજવણી

માત્ર ગુજરાત જ નહીં દેશભરમાં રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટ તરફથી મોદી સરનેમ કેસમાં મળેલી રાહતે કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોમાં ખુશીની લહેર દોડાવી દીધી છે. અહીં સુધી કે સામાન્ય જનતા પણ આ નિર્ણથી ખુશ જોવા મળી રહી છે. સુપ્રિમ કોર્ટ દ્વારા આ કેસમાં મહત્તમ સજા આપવાને લઈને સવાલ ઉઠાવવામાં આવ્યા હતા. આજે આ નિર્ણ પછી સુરતમાં કોંગ્રેસના નેતાઓએ ખુશી વ્યક્ત કરી હતી. આ એ જ સુરત છે જ્યાંની કોર્ટે રાહુલ ગાંધીને સજા સંભળાવી હતી અને તે પછી તેમનું સાંસદ પદ અને સરકારી ઘર બંને છીનવાયું હતું. હવે અહીં કોંગ્રેસના નેતાઓ ફટાકડા ફોડી ઉજવણી કરી રહ્યા છે.

કોંગ્રેસના નેતાઓએ સુપ્રીમના નિર્ણયને હર્ષ ભેર આવકાર્યો

મોદી અટક મામલામાં સુરત ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદી દ્વારા રાહુલ ગાંધી વિરુદ્ધ કરવામાં આવેલી ફરિયાદમાં સુરતની કોર્ટે રાહુલ ગાંધીને સજા ફટકારી હતી અને તે સજા ગુજરાત હાઈકોર્ટે પણ યથાવત રાખી હતી. આ સજાની સાથે જ રાહુલ ગાંધીનું સાંસદ પદ ગયું હતું. શુક્રવારે જ્યારે આ મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ ત્યારે રાહુલ ગાંધીની સજા પર રોક લગાવી દેવામાં આવી છે. આ મુદ્દે સુરતના કોંગ્રેસીઓમાં ખુશીની લહેર જોવા મળી હતી. સુરતમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ ફટાકડા ફોડીને સુપ્રીમ કોર્ટના નિર્ણયને આવકાર્યો હતો અને ખુશી વ્યક્ત કરી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button