સુરત

આ વર્ષે સુરત જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી વાવ ગામે થશે

આગામી 26 જાન્યુઆરીએ જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની વાવ ખાતે ઉજવણી આગામી 26 જાન્યુઆરીએ કામરેજ તાલુકાના વાવ ખાતે આવેલા સીઆરપીએફ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક દિવસની ઉજવણી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને કરવામાં આવશે.જે સંદર્ભે જિલ્લા કલેકટર આયુષ ઓકના અધ્યક્ષસ્થાને પ્રજાસત્તાક પર્વની ઉજવણીની પૂર્વ તૈયારી અને આયોજન અંગે અમલીકરણ અધિકારીઓ સાથે ગત રોજ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

વિવિધ અમલીકરણ સમિતિઓની રચના કરી મહાનુભાવોની બેઠક વ્યવસ્થા,સ્ટેજ,ટેબ્લો , સાંસ્કૃતિક કાર્યક્રમો,શ્રેષ્ઠ કામગીરી બદલ ઈનામ વિતરણ સહિતની વિવિધ કામગીરીની સોંપણી અંગેની વિગતો કલેકટરશ્રી એ આપી હતી.ધ્વજવંદન બાદ જિલ્લા પોલીસ, એસઆરપી,હોમગાર્ડ દળ,એનસીસી,ગૃહ રક્ષક દળ,પ્લાટૂનોની પરેડ અને માર્ચ-પાસ્ટ યોજાશે.જિલ્લા કક્ષાની ઉજવણીના ઉપલક્ષ્યમાં તાલુકાની વિવિધ સરકારી કચેરીઓ,સર્કલોને રોશનીથી શણગારવામાં આવશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button