સુરત

સુરત જિલ્લાની માધ્યમિક, ઉ.મા. સ્કુલોમાં 47 આચાર્યોને નિમણૂંક પત્ર

64 સ્કૂલોમાં આચાર્યોની ભરતી થવાની છે૧૪ને  રવિવારે નિમણૂંક પત્ર અપાશે  ત્રણ સ્કૂલોમાં ગુંચ

સુરત શહેર- જિલ્લાની માધ્યમિક- ઉચ્ચતર માધ્યમિક સ્કુલોમાં ખાલી પડેલી આચાર્યોની ભરતી માટે શરૃ થયેલી પ્રકિયામાં ૪૭ આચાર્યોને નિમણુંક પત્ર આપી દેવાયા હતા. જયારે ૧૪ આચાર્યોને આવતીકાલ રવિવારે આપવામાં આવનાર છે.

સુરત જિલ્લામાં છેલ્લા ઘણા વર્ષોથી ખાલી પડેલી આચાર્યોની જગ્યા માટે પરીક્ષા લેવાયા બાદ જે શિક્ષકો મેરિટમાં આવ્યા હતા. તેમાં સ્કુલોની પસંદગી કરવાની તક આપવામાં આવી હતી. ત્યારબાદ મેરિટના આધારે સ્કુલોમાં આચાર્ય માટે ઇન્ટરવ્યુ થયા બાદ આખરી સિલેકશન નક્કી થયુ હતુ. આ અંગે સુરત જિલ્લા શિક્ષણાધિકારી દિપક દરજીના જણાવ્યા મુજબ સુરત જિલ્લાની કુલ ૬૪ સ્કુલોમાં આચાર્યની ભરતી થનાર હતી. જેમાંથી શુક્રવારે કામરેજ ખાતે વશિષ્ઠ વિદ્યાલયમાં કાર્યક્રમ રાખીને ૪૭ સ્કુલોમાં આચાર્યોને નિમણુંકના પત્રો આપી દેવાયા હતા. જયારે ૧૪ સ્કુલોમાં આચાર્યો માટે રવિવારે નિમણુંક પત્રો આપવામાં આવશે.બે સ્કુલો એવી છે. જેમાં આચાર્યોએ એ જવાની સંમતિ આપી નથી. અને એક સ્કુલમાં જેટલા પણ ઉમેદવારો આવ્યા હતા. તેમાં આચાર્ય તરીકે એક પણ શિક્ષક પસંદ આવ્યા નથી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button