મહુવા

સુરત જિલ્લા SOG પોલીસે મહુવાના કરચેલિયા ગામેથી ગેરકાયદેસર સંગ્રહ કરેલા રાંધણ ગેસના બોટલો કબજે કરી બે ઇસમોને પકડી પાડ્યા

મહુવા તાલુકાના કરચેલિયા ગામથી સુરત જિલ્લા SOGની ટીમે ઘરમાં ગેરકાયદેસર રીતે સંગ્રહ કરેલ HPCL અને BPCL કંપનીના રાંધણ ગેસો તથા કોમર્શિયલ ગેસના બોટલો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

સુરત જિલ્લા SOG ટીમના માણસો પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન ચોક્કસ ખાનગી રાહે બાતમી મળી હતી કે સુરત જિલ્લાના મહુવા તાલુકાના કરચેલીયા ગામે અનાવલ – મહુવા રોડ પર પીનાકિન ધનસુખ પટેલ અને અશોક ચુનીલાલ પટેલ જે બન્ને ઈસમો ગેર કાયદેસર રીતે રાંધણ ગેસ તથા કોમર્શિયલ ગેસના બાટલાઓ વગર પાસ પરમીટે તેઓના ઘરમાં ઘરમાં સંગ્રહ કરી કોઈપણ જાતની ફાયર સેફ્ટી પણ ન રાખી માનવ જીવન જોખમમાં મુકાઇ એ રીતે વેચાણ કરી રહ્યા છે. જે ચોક્કસ બાતમીના આધારે જિલ્લા SOG ટીમે રેડ કરી હતી અને 14.02 કિલોના 19 કિલોના કુલ 70 જેટલા ખાલી અને ભરેલા બોટલો ઝડપી લીધા હતા. કુલ 1.21 લાખનો મુદ્દામાલ કબજે કરી ઉપરોક્ત બન્ને ઇસમોની અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Related Articles

Back to top button