ગુજરાતગુનોદક્ષિણ ગુજરાતરાજ્યસુરત

BRTS રૂટમાં લોકોની બેદરકારીના વીડિયો વાયરલ

અકસ્માત થાય તો જવાબદાર કોણ?

સુરત શહેરમાં BRTS રૂટ પર અકસ્માતની ઘટનાઓ ભૂતકાળમાં સામે આવી ચુકી છે. ત્યારે હાલમાં BRTS રૂટના અલગ અલગ અલગ વિસ્તારના વીડિયો વાયરલ થયા છે. આ વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે લોકો સુરતના BRTS રૂટમાં ટહેલતા જોવા મલાઈ રહ્યા છે.

સુરતમાં BRTS રૂટના કેટલાક વીડિયો વાયરલ થયા છે. આ વીડિયો ખુબ જ ચોકાવનારા અને બેદરકારી ભરેલા છે કારણ કે BRTS બસની અંદર લોકો વાહનો પાર્ક કરીને જમાવડો કરીને બેસતા હોવાનું તેમજ વોકિંગ માટે નીકળતા હોવાનું સામે આવ્યું છે.

એટલું જ નહી એક બાળકે તો બસની સામે આવીને સ્ટંટ કર્યો હતો ત્યારે સવાલ એ ઉભો થાય છે કે જો અકસ્માતની ઘટના બને તો જવાબદાર કોણ રહેશે?

સુરત શહેરમાં BRTS રૂટ પર અકસ્માતની ઘટનાઓ ભૂતકાળમાં સામે આવી ચુકી છે. ત્યારે હાલમાં BRTS રૂટના અલગ અલગ અલગ વિસ્તારના વીડિયો વાયરલ થયા છે. આ વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે લોકો સુરતના BRTS રૂટમાં કે જ્યાં સીટી બસો ચાલે છે આ રૂટ પર વાહનો પાર્ક કરીને લોકો અહીં જમાવડો કરીને બેસતા હોવાનું તેમજ વોકિંગ માટે નીકળતા હોવાનું જણાઈ રહ્યું છે. આ ઉપરાંત BRTS રૂટમાં લોકો વાહનો ચલાવતા હોવાનું પણ દેખાઈ રહ્યું છે.

આ તમામ બાબતોની વચ્ચે હદ તો એ કહેવાય કે જ્યારે વીડિયોમાં દેખાઈ રહ્યું છે તે પ્રમાણે એક બાળક બસને BRTS રુટ પર આવતી જોઈ સાઈડ થવાના બદલે બે હાથ ફેલાવીને બસની આગળ ઊભો રહી જાય છે. જે સ્થળ થી આગળ જતાં બસના રૂટ પરથી અનેક બાઈકચાલકો પણ પસાર થતા જોવા મળ્યા હતા જેના પણ વીડિયો સામે આવ્યા છે.

સુરતમાં રોજબરોજ રાત્રિના સમયે લોકો બીઆરટીએસ રૂટમાં જાણે પીકનીક પોઈન્ટ હોય તે રીતે પોતપોતાની બાઈક પાર્ક કરીને બેઠા હોવાનું જોવા મળે છે. આ ઘટનાના જે વીડિયો સામે આવ્યો છે તેમાં લોકોનું ગેરવ્યાજબીપણું પણ સ્પષ્ટ સામે આવે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button