કારોબારગુજરાતદક્ષિણ ગુજરાતરાજનીતિરાજ્યસુરત

સુમુલ ડેરી મુંબઈ, ગોવા, કોલ્હાપુરમાં સ્થાપશે પ્લાન્ટ, દૂધ મંડળીઓ માટે કરી મોટી જાહેરાત

સુમુલ ડેરીની 72મી વાર્ષિક સાધારણ સભામાં અનેક મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં આગામી સમયમાં મુંબઈ, ગોવા અને કોલ્હાપુરમાં પણ દૂધના પ્લાન્ટ સ્થાપશે તે નિર્ણય પર વાર્ષિક સાધારણ સભામાં મહોર લાગી છે.

સુરતની સુમુલ ડેરી મુંબઈ, ગોવા અને કોલ્હાપુરમાં પણ દૂધના પ્લાન્ટ સ્થાપશે. સુમુલ ડેરીની વાર્ષિક સાધારણ સભામાં આ નિર્ણય પર મહોર લાગી છે. 72મી વાર્ષિક સાધારણ સભામાં અનેક મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. ડેરીના ડિરેક્ટર જયેશ પટેલે કહ્યું કે સુમુલ ડેરીનું ટર્ન ઓવર વધીને 5 હજાર 356 કરોડ થયું છે. 2 લાખ 50 હજાર પશુપાલકની આવક બમણી કરવામાં સુમુલ ડેરી સફળ થઇ છે.

સુમુલ ડેરીની 2014માં દૂધની આવક 39 કરોડ લીટર હતી. જે વધીને 2023માં 70 કરોડ લીટર થઇ છે. એટલું જ નહીં પશુપાલકોની દૂધની આવક 2014માં 1 હજાર 196 કરોડ હતી. જે વધીને 2023માં 3 હજાર 250 કરોડે પહોંચી છે. સાથે સાથે બેઠકમાં દૂધ મંડળીને 25 કરોડ રૂપિયાની બોનસ શેરની જાહેરાત કરવામાં આવી છે. મંડળીને 15 ટકા ડિવિડન્ડ પણ મળશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button