ગુનોસુરત

સુરતના GST અધિકારીની લાશ દમણના દરિયા કિનારે મળતા શંકાનો સમુદ્ર હાલક ડોલક થઈ ગયો

સુરત સેન્ટ્રલ CGST વિભાગના એક સુપરિટેન્ડેન્ટના મોતથી વિભાગમાં ખળભળાટ મચી ગયો છે. આ સુપરિટેન્ડેન્ટનો મૃતદેહ દમણમના દરિયા કિનારેથી મળ્યો હોવાથી વિભાગમાં હલચલ મચી ગઈ છે. સુપરિટેન્ડેન્ટના મોતનું કારણ હજુ જાણી શકાયું નથી.

સુરતના સેન્ટ્રલ CGST વિભાગમાં ફરજ બજાવતા સુપરિટેન્ડેન્ટનું રવિવારે દમણના દરિયામાં રહસ્યમયી સંજોગોમાં મોત થતાં ચકચાર મચી ગઈ છે. આ સુપરિટેન્ડેન્ટ દમણ શું કામ ગયા હતા?, દરિયામાં ડુબી જવાથી તેમનું મૃત્યુ થયું છે કે પછી બીજું કોઈ કારણ છે તે અંગે વિભાગમાં સવાલોનો વંટોળ્યું વાઇ રહ્યું છે.

મળતી માહિતી અનુસાર સુરતના સેન્ટ્રલ CGST કમિશન રેટમાં ફરજ બજાવતા સુપરિટેન્ડેન્ટ શ્રીનિવાસનું દમણના દરિયામાં ડૂબી જવાના લીધે મોત થયું છે. તેઓ સુરત કમિશનરેટમાં રિક્વરી ડિપાર્ટમેન્ટમાં સુપરિટેન્ડેન્ટ તરીકે ફરજ બજાવતા હતા. શ્રીનિવાસનનું મૃત્યુ ડુબી જવાથી થયું કે અન્ય કોઈ કારણ છે તે હજુ સ્પષ્ટ નથી. તેમના મૃત્યુના સમાચાર CGST સુરતમાં ચર્ચાનો વિષય બન્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર  શ્રીનિવાસનો મૃતદેહ દમણના દરિયા કિનારેથી મળી આવ્યો હતો. શ્રીનિવાસ સુરતમાં નોકરી કરતા હતા તે દમણ કેમ ગયા હતા તે પ્રશ્ન ઉઠ્યો છે. દમણમાં તેમની સાથે કોણ હતું?, શું ડિપાર્ટમેન્ટના કોઈ અધિકારીઓ હતા? તે હજુ સ્પષ્ટ નથી. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. શ્રીનિવાસના મોતને લઈ વિભાગમાં અનેક ચર્ચા ચાલી રહી છે.

નોંધનીય છે કે હજુ થોડા સમય પહેલાં જ સુરત કમિશનરેટમાં મોટા પાયે બદલીના ઓર્ડર થયા હતા. ઘણા અધિકારીઓના ઓર્ડરના લીધે મન ખાટા થયા હતા. ઈચ્છા વિરુદ્ધના પોસ્ટિંગ મળતા અનેક અધિકારીઓ નારાજ થયા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button