ગુજરાતગુનોદક્ષિણ ગુજરાતબ્લોકમાંગરોળરાજ્યસુરત

નશાનો કાળો કારોભાર: ટેન્કરમાં કેમિકલની જગ્યાએ વિદેશી દારૂ ભર્યો

સુરત ગ્રામ્ય LCB ટીમે મોટી માત્રામાં દારૂનો જથ્થો ઝડપી પાડ્યો

સુરત ગ્રામ્ય LCB ની ટીમે ચોક્કસ બાતમીના આધારે માંગરોળ તાલુકાના ધામડોદ ગામની સીમમાંથી વિદેશી દારૂ ભરેલ ટેન્કર ઝડપી લીધું હતું અને એક ઇસમની અટકાયત કરી અને ત્રણ ઈસમોને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

સુરત જિલ્લામાં કોઈપણ જગ્યાએ ગેરકાયદેસર પ્રોહી- જુગારની પ્રવૃત્તિ ન થાય તે માટે સુરત ગ્રામ્ય પોલીસ વડા હિતેશ જોયસરએ સુરત ગ્રામ્ય એલસીબી પીઆઇ બી. ડી.શાહને જરૂરી સુચના અને માર્ગદર્શન આપ્યું હતું. જેને પગલે સુરત ગ્રામ્ય એલસીબીના પીએસઆઈ એલ.જી રાઠોડ તેમજ આઇ.એ. સીસોદીયા તેમજ એલસીબી ટીમના માણસોએ પેટ્રોલિંગ હાથ ધરી બાતમીદારોને કામે લગાડી દીધા હતા. તે દરમિયાન ચોક્કસ ખાનગી રાહે બાતમી મળી હતી કે ‘એક ટાટા કંપનીના ટેન્કર (GJ 12 Z 3752)ની અંદર વિદેશી દારૂનો જથ્થો છૂપાવી મુંબઈ અમદાવાદ નેશનલ હાઇવે ૪૮ પરથી થઈને વડોદરા તરફ જનાર છે. જે ચોક્કસ બાતમીના આધારે પોલીસે માંગરોળ તાલુકાના ધામડોદ ગામની સીમમાં વોચ ગોઠવી દીધી હતી અને બાતમીવાળું ટેન્કર આવતા જ પોલીસે તેને અટકાવી ટેન્કર ચેક કરતા ટેન્કરમાં મોટી માત્રામાંથી વિદેશી દારૂ મળી આવ્યો હતો.

પોલીસે વિદેશી દારૂ સહિત ૩૭.૭૨ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
ટેન્કરમાંથી પોલીસને ૫૪૩૬ વિદેશી દારૂની બોટલો, ટાટા કંપનીનું ટેન્કર,મોબાઈલ, રોકડ મળી કુલ ૩૨.૭૨  લાખનો મુદ્દામાલ જપ્ત કરી ટેન્કર ચાલક ભગીરથ હરિરામ બિશ્નોયની ધરપકડ કરી તથા  પ્રકાશચંદ્ર બિસ્નોઈ અને રામજી રંગાણી તેમજ અજાણા બે ઇસમોને પણ વોન્ટેડ જાહેર કરી એલસીબીની ટીમે કાયદેસરની કાર્યવાહી કરી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button