બારડોલી

રાજકોટની ઘટના બાદ બારડોલી ફાયર વિભાગે બાબેન સ્થિત હેપ્પી પ્લેનેટ ગેમ ઝોન બંધ કરાવ્યું

રાજકોટની ઘટનાને પગલે બારડોલી ફાયર વિભાગ પણ એક્શનમાં આવ્યું હતું. બારડોલીના બાબેન સ્થિત હેપ્પી પ્લેનેટ ગેમ ઝોન ફાયર વિભાગ દ્વારા બંધ કરાવ્યુ હતું. જ્યારે નગરના અન્ય પાંચ જેટલા ગેઇમ ઝોન પણ બંધ કરાયાં હતા.

રાજકોટ ખાતે ગતરોજ ટીઆરપી ગેઇમ ઝોનમાં આગની ઘટના બની હતી. જેમાં 28 જેટલા નિર્દોશો આગમાં ભૂંજાઈ ગયા હતા. જેથી રાજ્યભરમાં ગેમ ઝોન પર હવે તવાઈ બોલાવાઈ રહી છે. જેના ભાગરૂપે સુરત જિલ્લામાં બારડોલી ખાતે ફાયર વિભાગ દ્વારા બપોરથી ગેમઝોનમાં તપાસ શરૂ કરવામાં આવી હતી. જેમાં બારડોલીના બાબેન ગામે હેપ્પી પ્લેનેટ ગેમઝોન પર ફાયર વિભાગ ત્રાટક્યું હતું. જ્યાં ફાયરના નિયમ મુજબ જરૂરી સાધનો નો અભાવ જોવા મળ્યો હતો. જેથી ફાયર ઓફિસર દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરી ગેમઝોન બંધ કરાવ્યું હતું.

બાબેન બાદ બારડોલી નગરમાં ચાલતા પાંચ જેટલા ગેમઝોનમાં ફાયર ટિમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. જ્યાં પણ તકેદારીના ભાગરૂપે તમામ ગેમઝોન બંધ કરવા આદેશ કરાયો હતો. રાજકોટની આગ દુર્ઘટના બાદ બારડોલીમાં પહેલા પોલીસ દ્વારા ચાલી રહેલ મેળા બંધ કરાયા હતાં. પરંતુ આ પ્રકારના નિયમો ફાયર અને તંત્ર પહેલીથી કેમ લાગુ પડાવતું નથી એ પ્રશ્ન પણ અહીં ઉભો થાય છે.

Related Articles

Back to top button