તાપી

ડાકણ કહી હેરાન કરતા હોવાની જાણ થતા 181 ટીમ પીડિતાની મદદે પહોંચી

ઉચ્છલ તાલુકાના એક ગામમાંમાં પાડોશી દ્વારા મહિલાને હેરાનગતિ

તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના એક ગામમાંથી બહેનના પાડોશી દ્વારા ડાકણ કહી હેરાન કરતા હોવાથી તેમને સમજાવવા તાપી 181 મહિલા હેલ્પલાઇનમાં ફોન કરી મદદ માટે જણાવ્યું હતું. તેમના પડોશમાં રહેતા પાડોશી પરિવાર પીડિતાને ડાકણ કહી છેલ્લા ઘણા સમય હેરાનગતિ કરે છે. રોજ બોલબોલ કરે છે અને ગાળા ગાળ કરે છે છતાં પીડિતા તેમની સાથે કોઈ ઝઘડો નથી કરતા, પરંતુ આજરોજ તેમના પાડોશી તેમના ઘરે તેમના મમ્મીને મારવા માટે આવી અપશબ્દો બોલી રહ્યા હતા.

તેથી પીડિત બહેનને તેમને સમજાવવા 181ની મદદ લીધી હતી. આમ 181 ટીમ ઘટના સ્થળે પહોચતા બંને પક્ષોનું અસરકારક કાઉન્સેલિંગ બંને પક્ષને સમજાવવામાં આવ્યા હતા. પડોશ બહેનને સમજાવવામાં આવ્યું હતું કે મનુષ્યનું મૃત્યુ કોઈ વ્યક્તિના હાથમા નથી જેથી આવી રીતે અંધશ્રદ્ધાથી કોઈની સાથે ઝઘડા નહિ કરવું અને આજુબાજુ પાડોશી તેમજ ફળીયાના લોકો સાથે ઝઘડો ન કરતા એકબીજા સાથે હળીમળીને રહેવું જોઇએ. તેમજ બન્ને પરિવારને કાયદાકીય સમજણ આપવામાં આવ્યું હતું. સામો પક્ષ નશાની હાલતમાં હોવાથી સમજી શકે તેમ ના હતું અને પીડિતા પોલીસ ફરિયાદ કરવા માંગતા હોવાથી ઉચ્છલ પોલિસ સ્ટેસનમાં ફરિયાદ કરવામાં આવેલ છે. આગળ કાર્યવાહી ઉચ્છલ પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button