તાપીશિક્ષણ

જવાહર નવોદય વિદ્યાલય બોરખડી ધોરણ-9 અને 11ના વર્ષ-2024-25 માટે ઓનલાઇન અરજી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ

ભારત સરકારના શિક્ષણ મંત્રાલય હેઠળ સ્વાયત્ત સંસ્થા, (શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગ), અંતર્ગત ચાલતી, જવાહર નવોદય વિદ્યાલય, બોરખડી, જિ.તાપીમાં ધોરણ – 9 (નવ)માં ખાલી પડેલી અને અને ધો-11(અગિયાર)માં ભવિષ્યમાં ખાલી થનાર બેઠકો માટે વર્ષ 2024-25માં પ્રવેશ માટે ઓનલાઇન અરજી ફોર્મ ભરવાનું કાર્ય શરૂ થઈ ગયું છે.

જેના માટેની વેબસાઈટ www.navodaya.gov.in, https://cbseitms.nic.in/2023/nvsix અને https://cbseitms.nic.in/2023/nvsxi_11 પર જવું અથવા જવાહર નવોદય વિદ્યાલય, બોરખડી, જિ. તાપીની વેબ સાઈટ https://www.navodaya.gov.in/nvs/nvs-school/Tapi/en/home પર થી પણ ભરી શકાશે. જેની ઓનલાઈન અરજીપત્ર ભરવાની છેલ્લી તા.31-10-2023 છે.

ધોરણ- 9ની પ્રવેશ પરીક્ષાનું આવેદનપત્ર ભરવા માટે વિદ્યાર્થી શૈક્ષણિક વર્ષ 2023-24માં ધોરણ 8માં તાપી જિલ્લાની કોઈપણ સરકારી અથવા સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત શાળામાં અભ્યાસ કરતો હોવો જોઈએ. પ્રવેશ ઈચ્છુક વિદ્યાર્થીનો જન્મ તા.01/05/2009 અને 31/07/2011વચ્ચે (બંને દિવસો સહિત,તમામ કેટેગરી માટે) હોવો જોઈએ.

ધોરણ-11ની પ્રવેશ પરીક્ષાનું આવેદનપત્ર ભરવા માટે વિદ્યાર્થી શૈક્ષણિક વર્ષ 2023-24માં ધોરણ-10માં તાપી જિલ્લાની કોઈ પણ સરકારી અથવા સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત શાળામાં (CBSE અથવા અન્ય કોઈપણ રાજ્ય શિક્ષણ બોર્ડ/અન્ય સરકાર સાથે સંલગ્ન માન્ય બોર્ડ) અભ્યાસ કરતો હોવો જોઈએ. પ્રવેશ ઈચ્છુક વિદ્યાર્થીનો જન્મ તા.01/06/2007 અને 31/07/2009 વચ્ચે (બંને દિવસો સહિત, તમામ કેટેગરી માટે) હોવો જોઈએ.

ધોરણ-9 અને ધોરણ-11માં પ્રવેશ માટેની પ્રવેશ પરીક્ષા તારીખ 10-02-2024 શનિવારનાં રોજ લેવામાં આવશે. પરીક્ષાને લગતી અન્ય કોઈ પણ માહિતી માટે શાળાના પ્રભારી આચાર્યને સંપર્ક કરવાનો રેહસે (ફોન નં.02625- 299 081, પ્રભારી પ્રાચાર્ય જ. ન. વિ બોરખડી.)

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button