તાપી

આરોગ્ય કર્મચારીનો પગાર અટવાયો

તાપી જિ. પંચાયતના કર્મચારીઓ પરેશાન

રાજ્ય સરકાર દ્વારા કર્મચારીઓના પગાર નિયમિત થાય તે હેતુથી તાપી, ભરૂચ, અને અમદાવાદ જિલ્લામાં માર્ચ 2023 થી પાયલોટ પ્રોજેક્ટ હેઠળ પ્રાયસા નામના સોફ્ટવેરથી પગાર કરવા ઝુંબેશ હાથ ધરાયો છે. પણ સોફ્ટવેરની ધાંધિયાના પગલે સપ્ટેમ્બર નો પગાર થયો નથી.

  • 21 મી સદીમાં પણ રાજા-મહારાજા સમયની કાગજી પ્રક્રિયા કરવી પડે છે.
  • ટેકનોલોજી માનવ ઉપયોગી બની રહે તે માટે છે, ના કે માનવને ધક્કે ચડાવવા માટે
  • છેલ્લા 6 મહિનાથી સોફ્ટવેરમાં ખામી સર્જાય છે તો તંત્રએ ધ્યાન આપીને નિરાકરણ લાવવું, પણ પગારમાં વિલંબતા યોગ્ય નથી…

આજે 6 માસ વીતવા છતાં દર માસની 15મી, તારીખની આસપાસ ઓફ લાઈન પગાર કરવાની નોબત આવતા સોફ્ટવેરના ધાંધિયાના પગલે સપ્ટેમ્બર નો પગાર થયો નથી.

તાપી જિલ્લા પંચાયત કર્મચારી સંઘના પ્રમુખ સુરેશભાઈ. એલ. ગામીત જણાવ્યું મુજબ સોફટવેરમાં કામ કરતા કર્મચારીઓ દ્વારા માહિતી અપડેટ ન થતાં, સર્વર ડાઉન, ઇંનક્રીમેંટ ન સ્વીકારતા સહીત અનેક સમસ્યાનો વહીવટી વર્ગ ઉકેલ લાવી ન શકતા જિલ્લા પંચાયત હસ્તકના 500 કરતા વધારે આરોગ્ય કર્મચારીઓના પગાર અટકી પડ્યા છે.

  • કર્મચારીઓને આર્થિક નુકશાન થશે તો જવાબદાર કોણ?
  • કોણ ભરપાઈ કરશે?

કર્મચારીઓ આખા દિવસ દરમિયાન કામ કરે છે. અને તેને ધ્યાને રાખીને કર્મચારી તેમના જીવનમાં ખર્ચ અર્થે લોન કે અન્ય જગ્યા ઉપર પોતાના વ્યવસ્ત કરે છે. પરંતુ સમયસર કર્મચારીઓને પગાર ન મળતા લોનના હપ્તા બાઉન્સ થયાં છે. તેમજ ઘર વખરી સામાન લઇ શકતા નથી. લાઈટ બિલ, દૂધબિલ, બાળકોની ફી ભરવા પણ ફાંફા પડી રહ્યા છે. તાલુકા આરોગ્ય કચેરી તેમજ આરોગ્ય શાખાના બિન કાળજીના કારણે ઓનલાઇન કામગીરી અંગે ગંભીરતા ન લેતા પગાર થઇ રહ્યો નથી. હાલ બીજો શનિવારે કચેરીમાં રજા હોવાથી 20 ઓકટોબર સુધી થવાના કોઈ એધાણ જણાતા નથી. અગામી નવરાત્રીના તહેવારને ધ્યાને લેતા ઓફ લાઈન પગાર કરવા વિવિધ સંઘ મારફતે માંગણી કરતા તાત્કાલિક પગાર કરવા સૂચના હોવા છતાં નવરાત્રી સુધી પગારના કોઈ એધાણ જણાતા નથી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button